Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કેશોદના ટીટોડી ગામના ખેડૂતે કર્યું કાળા ઘઉંનુ વાવેતર

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૬:  ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયાછે જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યાછે તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયાછે ત્યારે વાત કરીએ કાળા ઘઉની જો કે કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ બારીયાએ અખતરા રૂપે કાળા ઘઉનું થોડુ વાવેતર કરેલછે. તે ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડુતોએ પણ મોંઘા ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કાળા ઘઉનું વાવેતર કર્યુંછે. પણ તેમાં આગામી વર્ષોમાં કાળા ઘઉના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે.

આગામી વર્ષે કાળા ઘઉના વાવેતર સમયે સમયે અનેક ખેડુતોએ પ્રતીમણ બારસોથી બે હજારથી વધુના ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી વાવેતર કરેલછે જોઈતા પ્રમાણમાં ઉત્પાદન પણ નબળું રહયુછે. પોષણક્ષમ ભાવ કે વેચાણમાં પણ ખેડુતો મુશ્કેલી અનુભવી રહયાછે. સાથે સામાન્ય ઘઉ કરતા મોડી પાકતી જાત હોવાથી પિયત પણ વધું આપવા પડેછે જેના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં મોડુ થાયછે જેની સામે પુરતું ઉત્પાદન તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે તથા ખાવામાં લોકો પસંદ ના કરતા હોવાનું ખેડુતો અનુમાન સેવી રહયાછે. જેના કારણે આગામી વર્ષોમાં કાળા ઘઉનું વાવેતર નહીવત થાય તેવી શકયતા સેવાઇ રહીછે ત્યારે કાળા ઘઉનું વાવેતર કરવા ઈચ્છતા ખેડુતોએ કાળા ઘઉનું વાવેતર કરેલ ખેડુતોનો અભિપ્રાય લઈને વાવેતર કરવું હિતાવહ છે.

(10:25 am IST)
  • યોગી આદિત્યનાથ સરકાર દુનિયાભરના રામ ભક્તોને એક અનોખી ભેટ આપવા જઈ રહી છે. રામાયણ ના વૈશ્વિક એનસાયકલોપેડિયાની પ્રથમ આવૃત્તિ પ્રકાશન માટે તૈયાર થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ, જાનકી નવમીના અવસરે આ ઐતિહાસિક આવૃત્તિનું વિમોચન કરશે. access_time 11:11 pm IST

  • ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના CEO પુનાવાલાએ વિશ્વ બેન્કની પેનલમાં ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે કાચા માલના નિકાસ પર અસ્થાયી અમેરિકી પ્રતિબંધ થી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) જેવી કંપનીઓ દ્વારા કોરોનાવાયરસ રસીના ઉત્પાદનને મર્યાદિત કરી શકે છે જે ગંભીર બાબત છે. access_time 11:58 pm IST

  • એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથી રહેલ TMC ના પૂર્વ કદાવર નેતા અને હાલમાજ BJP માં જોડાયેલ સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી જ લડશે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે બંગાળમાં આવી રહેલ ચૂંટણી : BJP એ કરી સત્તાવાર જાહેરાત access_time 7:23 pm IST