Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભાવનગરમાં માત્ર ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, 3 દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૧૪ થવા પામી છે. જેમા ભાવનગર તાલુકાનાં કમળેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 3 કેસ મળી કુલ 3 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૨૧૪ કેસ પૈકી હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:07 pm IST)
  • સુરતમાં પ્રતિબંધિત સંગઠન સીમીના કેસમાં તમામ ૧૨૭ આરોપીઓ નિર્દોષ જાહેર : ૧૨૭માંથી ૫ આરોપીઓના મોત થઈ ચૂકયા છે : તમામ સામે અનલો-એકટીવીટી હેઠળ કેસ ચાલુ હતો : ૨૧ વર્ષ જૂના કેસમાં કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે : તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે : ૨૦૦૧માં અઠવા પોલીસે કેસ નોંધ્યો હતો access_time 1:13 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST

  • ૧૧ થી ૧૫ માર્ચ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૧૧ થી ૧૫ માર્ચ સુધી ગાંધીનગર ખાતે મળશે તેમ જાણવા મળે છે access_time 3:29 pm IST