Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

સાસણ ગીરના વિસાવદર રેન્જમાંથી બે સિંહ બાળના મૃતદેહ મળ્યા

પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સિંહો વચ્ચે લડાઈ થઈ હોવાનું પ્રાથમિક તારણ

સોમનાથઃ સાસણ ગીરના જંગલોમાંફરી બે સિંહ બાળ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સિનિયર અધિકારીએ જણાવ્યા મુજબ સાસણ ગીરના વિસાવદર રેન્જમાંથી બે સિંહ બાળના મડદાં મળી આવ્યાં છે. પ્રાથમિક તપાસ મુજબ બંને સિંહ બાળ 5 મહિનાના હતા.

જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલના ચીફ ફોરેસ્ટ સંરક્ષક ડીટી વસાવડાએ જણાવ્યું કે પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સિંહો વચ્ચે ક્ષેત્રિય લડાઈ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, આ લડાઈમાં બંને બાળ સિંહોને એક નર સિંહે મારી નાખ્યા છે. અગાઉ ગયા મહિને પણ બે સિંહ, એક સિંહણ અને એક બાળ સિંહ ગીર ફોરેસ્ટમાંથી મૃત મળી આવ્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે સેન્સસ 2015 મુજબ ગુજરાતમાં કુલ 523 સિંહ છે, જો કે તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલ આંકડા મુજબ ગુજરાતમાં કુલ 600 સિંહ છે. ગયા મહિને ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારે કહ્યું કે 110 એડલ્ટ અને 91 બાળ સિંહ મળી છેલ્લા બે વર્ષમાં કુલ 204 સિંહો મૃત્યુ પામ્યા છે. આ 21 સિંહ અને 6 બાળ સિંહ અકુદરતી મૃ્યુ પામ્યા હતા જેમ કે ટ્રેનની નીચે આવી જવું અથવા કુવામાં પડી જવું વગેરે

(1:30 pm IST)