Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

બાબરા તાલુકાના મોટા દેવળીયા ખાતે ૧૪ લાખના ખર્ચે ગટરનું ખાતમુર્હુત ધારાસભ્ય વિરજીભાઈના હસ્તે કરાયુ

જિલ્લા પંચાયતના સભ્ય જેનીબેન ઠૂંમર દ્વારા ગામલોકોની રજૂઆતના પગલે ૧૪ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાવી

દામનગર-સાવરકુંડલા, તા.પઃ બાબરા તાલુકાના મોટા દેવળીયા ખાતે ૧૪ લાખના ખર્ચે નિર્માણ ખુલ્લી ગટરનું ખાતમુર્હુત સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામમાં ગટરનો મોટી પ્રશ્ન સ્થાનિક લોકોને સતાવતો હતો કારણ અહીં ગામના અમુક વિભાગનું ગટરનું પાણી રસ્તામાં વહી જતા ભારે ગંદકી થતી હતી અને મચ્છરોનો ઉપદ્રવ વધતો જેના કારણે રોગચાળાની ભીતિ ગામલોકોને સતાવતી હતી.

ત્યારે સ્થાનિક ગામલોકોની રજૂઆતના કારણે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય અને માજી પ્રમુખ જેનીબેન ઠૂંમર દ્વારા પોતાની ગ્રાન્ટ અને જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૪ લાખ ગટર માટે મંજુર કરાવતા સ્થાનિક ગામલોકોમાં આનંદની લાગણી છવાય ગઈ હતી.

ગટરની ગ્રાન્ટ પૂરતી આવી જતા તાત્કાલિક અસરથી આયોજન કરી કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય દ્વારા ગટરનું કામ ઝડપ થી અને પૂર્ણ કરવા ગુણવત્ત્।ા યુકત કામગીરી કરવા જરૂરી સૂચના પણ તંત્ર ને આપી હતી આ તકે ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક ગ્રામજનો અને કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.પ)

 

(12:08 pm IST)