Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કચ્છમાં મમુઆરા - હબાય રસ્તાના કામનું રાજ્યમંત્રી આહિરના હસ્તે ખાતમુહૂર્ત

ભુજ તા. ૧૬ : ગામોને જોડતાં માર્ગોર્ના વિકાસ પરત્વે સરકાર ખૂબ જાગૃત છે. ગામોને જોડતાં રસ્તાઓ માટે રાજય સરકાર નવી પોલીસી બનાવી જંગલ-વાડી વિસ્તારના રસ્તાને જોબ નંબર આપવાની શરૂઆત કરી તેમજ ગામડાંઓને પાકાં માર્ગોથી જોડવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના બધા જ કામો કરાઇ રહ્યા છે, તેમ મમુઆરાથી હબાયના રસ્તાના ખાતમુહુર્ત પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.મમુઆરાના વથાણચોક ખાતે રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે ભુજ તાલુકાના મમુઆરાથી હબાય સુધીના ૬ કિ.મી.ના રસ્તાના કામનાં ખાતમુહુર્ત બાદ સમારોહને રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે દીપ પ્રગટાવી ખૂલ્લો મૂકી વધુમાં કહયું હતું કે, ખેડૂતો-ગામ લોકોને ખરાબ રસ્તાને કારણે પડતી મુશ્કેલીનો હવે અંત આવશે. રસ્તાઓના બાંધકામમાં ગુણવત્ત્।ા જાળવવા મુદ્દે અધિકારીઓ કડકાઇ કરે તે બાબતે ભાર મૂકી સરહદી કચ્છમાં નાગરિકોને હાલના માહોલમાં સચેત રહેવા અપીલ કરી જરૂર જણાયે પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પીજીવીસીએલ દ્વારા વીજ બિલ 'માફી મેળા'નું આયોજન કરાયું હતું જેમાં વીજ બિલની બાકી નિકળતી લ્હેણી રકમનાં માંડવાળ કેસનાં પાંચ લાભાર્થીઓને પ્રતિકરૂપે રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે પહોંચપત્રો અર્પણ કરી માફી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢાએ ગામોને જોડતા માર્ગોના કરાઇ રહેલા કામોનો ઉલ્લેખ કરી રાજય સરકાર દ્વારા અનેકાનેક વિકાસકામો હાથ ધરાઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.  પ્રારંભે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ જાટીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષા નિયતિબેન પોકાર, જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ જીવાભાઈ શેઠ,  હબાય વાઘેશ્વરી મંદિરના મહંત લક્ષ્મણગિરી બાપુ, ધાણેટીના અગ્રણી રાણાબાપા, વાલાબાપા, દાનાભાઈ વરચંદ, સતીષભાઈ છાંગા, મમુઆરાના રામજીભાઈ છાંગા, સરવણ જાટીયા, ક્રિષ્ના કોઠીયાર,  ધનાભાઈ કેરાસીયા, વાલજીભાઈ ડાંગર, વાઘજીભાઈ માતા, અશોક પટેલ,  પીજીવીસીએલના શ્રી વરસાણી, ભાગવતાચાર્ય હિતેષ જોષી, ચાંદ્રાણીના ધનજીભાઈ હુંબલ, શામજીભાઈ ડાંગર, શિવજી બરાડીયા, દેવજીભાઈ કાગી વગેરે તેમજ આજુબાજુ ગામોના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૦)

 

(11:50 am IST)