Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જામનગરમાં બ્રાસ પાર્ટ પેઢીના મહિલા સંચાલકને ચેક રિટર્ન કેસમાં અેક વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

જામનગરઃ જામનગર જીઆઈડીસી ફેસ ૩ માં રાધે મેટલ નામની બ્રાસ પાર્ટ પેઢીના સંચાલક નીલેશભાઈ ગજરા રાજકોટની માનસી ઇન્ટરનેશનલ સાથે વેપાર અંગે જોડાયેલા હોય અને વિવિધ માલ સામાનનું વેચાણ કરવામાં આવ્યું હોય જેની ૪૧ લાખની રકમની ચુકવણી અંગે માનસી ઇન્ટરનેશનલના સંચાલિકા ભાવનાબેન રીતેશભાઈ મોરજડિયાએ પેઢીને ચેકથી પેમેન્ટ કર્યું હતું. જોકે એકાઉન્ટમાં પૂરતા નાણા ના હોવાથી ચેક રીટર્ન થયો હતો જે અંગે રાધે મેટલના નીલેશ ગજરાની ફરિયાદને અનુસંધાને આ અંગેનો કેસ જામનગર એડી ચીફ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે ચેક રીટર્ન કેસમાં ચુકાદો આપ્યો હતો જેમાં માનસી ઇન્ટરનેશનલના ભાવનાબેન મોરજડિયાને એક વર્ષની કેદની સજા અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેક રીટર્ન કેસમાં થોડા દિવસો પૂર્વે જ જામનગર કોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચુકાદા બાદ આજે ફરીથી ચેક રીટર્ન કેસમાં સજા ફટકારવામાં આવી છે.

(8:47 pm IST)