Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મોરબીમાં રીક્ષા ચાલક પર હુમલો

પાનેલી ગામે હોળીના ડખ્ખાનો ખાર રાખી દલીત યુવાનને હડધુત કરી માર માર્યા

મોરબી, તા., ૬:  મોરબીમાં ઉછીના પૈસા લીધા બાદ ભરપાઇ નહી કરનાર રીક્ષા ચાલકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરનાર સામે તેમજ મોરબીના પાનેલી ગામે હોળી રમવામાં અવરોધ ઉભો કરી, મંડળી રચી, હુમલો કરી, જ્ઞાતિ પ્રત્યે અડધુત કરનારા સામે એટ્રોસીટીની ફરીયાદ નોંધાઇ છે.

પ્રથમ બનાવમાં મોરબીના માળીયા-વનાળીયા રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ફરીયાદ રામજી જેઠાભાઇ ચાવડા ચમાર (૩૪) કાનભા નામના આરોપીની છોટા હાથી રીક્ષા ચલાવે છે. અને રીક્ષા ચાલકે કાનભાને પૈસા આપવાના હોઇ, રૂદ્રા ફાયનાન્સમાંથી રૂ. ૧ર હજાર ડેઇલી ફાયનાન્સ રોજના ૧પ૦ લેખે રૂ. ૧પ હજાર ચુકવવાના હતા. કુરીએ રૂ. ૧પ૦ લેખે ૪૦ દિવસ પૈસા ભર્યા બાદ પોતે પહોંચી નહી શકતા આરોપી કાનભા અને રૂદ્રા ફાઇનાન્સનો  જાડા જેવા માણસે ફરીને રસ્તામાં રોકી ગાળો દઇ ઢીકા પાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા ફરીએ બન્ને સામે એટ્રોસીટી નોંધાવી છે.

બીજા બનાવમાં મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા ફરીયાદી ચેતન હમીરભાઇ સોલંકી (ઉ.વ.૩૦) એ ધુળેટીના દિવસે બાળકો અને મહિલાઓ રંગે રમી રહયા હતા ત્યારે રસ્તામાં ઇંટો પાથરી દેનારને ઇંટો હટાવવાનું કહેતા અને તેને સારૂ નહી લાગતા તેનો ખાર રાખી પાનેલી ગામે જ રહેતા કાનજી શીવા ચાવડા, કાંતીલાલ સવજી ચાવડા, ખીમજી જેરામ ડાભી, મુળજી અવચળનો દિકરો, બચુ છગન ડાભીનો દિકરો, તેનો બીજો દીકરો તમામે એક સંપ કરી સાહેદ પર લાકડીથી હુમલો કરી તેને ગાળો દઇ, ફરીયાદી વચ્ચે પડતા કુરી અને સાહેદને લાકડી પાઇપથી ફટકારી ઇજાઓ કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત પણ કરાયાનું જણાવાયું છે.

(1:17 pm IST)