Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મોરબીના જીકીયારીમાં અગાઉ થયેલી મારામારીમાં ચારની ધરપકડ

મોરબી તા. ૬ : મોરબીના જીકીયારી ગામમાં જુના મનદુઃખના કારણે થયેલી મારામારીમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ મોરબીના જીકીયારી ગામે રહેતા અનીલ સોલંકીના મિત્ર દિનેશભાઈના પત્ની સાથે આગાઉ બોલવાનો સંબંધ હોય જેની વાતનો ખાર રાખી વીકી, મોહન ચકુભાઈ, લાલો મોહનભાઈ અને ચકુ કેસાભાઈએ મળીને અનીલના ઘર પાસે ગાળો આપી અને ચારેય અનીલ તથા સાહેદને કહ્યું કે 'કોઈના મોઢે અમારા વિષે વાત ન કરતો નહીતર જાનથી મારી નાખીશ' અને ઢીકાપાટુંનો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે તાલુકા પોલીસ મથકમાં નોધ્યો હતો જેની વધુ તપાસ મુકેશ ચાવડા અને જસપાલસિંહ ચલાવી રહ્યા હતા. જેમાં પોલીસ ચારેય આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરી હતી.

ઉમીયાનગરમાં બે પરિવાર વચ્ચે મારામારી

મોરબીના ઉમિયાનગરમાં રહેતા લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ એ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે તેમની શેરીમાં રહેતા ડાયાભાઇ જેઠાભાઈ પરમાર તેમજ રમેશભાઈ દલાભાઈને શેરીમાં પાણી ઢોરવાની નાં પાડતા બને ઉશ્કેરાય ને તેને ઢીકાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સામા પક્ષે ડાયાભાઈ જેઠાભાઈ પરમારે ફરિયાદ નોધાવી છે તે પોતે રીક્ષામાં મચ્છીના ફેરા કરતો હોય એટલે સવારે રીક્ષા ધોવી પડે જે બાબતે પાડોશમાં રહેતા લલિત નારાયણ રાઠોડ તેને માર મારી જાનથી મારી નાખવની ધમકી આપી છે આમ પોલીસ બને પક્ષની ફરિયાદ નોધીને છે જેની વધુ તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે.

(1:12 pm IST)