Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

લગ્નપ્રસંગને સામાજીક સેવા સાથે જોડતાં માળિયા હાટીનાનું સિસોદીયા પરિવાર

પૂર્વ ડી.વાય.એસ.પી.એ લગ્નપ્રસંગે ૧,૧૧,૧૧૧નું અનુદાન આપ્યું

માળિયા હાટીના તા.૬: તાજેતરમાં માળિયા હાટીનાના વિક્રમસિંહ સિસોદીયા (પુર્વ ડી.વાય.એસ.પી.)ના પુત્ર પ્રતાપસીંહ સિસોદીયાના બન્ને સંતાનો ભુમિબા તથા કુલદિપસીંહના લગ્ન યોજાયા હતાં. આ પ્રસંગે પ્રતાપસિંહ સિસોદીયા પરીવાર દ્વારા આ લગ્નને યાદગાર બનાવવા ચી. ભુમીબા પ્રતાપસીંહ તેમજ રીવાબા વનરાજસીંહના હસ્તે રૂ.૧,૧૧,૧૧૧ અહિંના સિતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત દિનદયાળ અન્નક્ષેત્રમાં આજીવન મિષ્ટાન્ન ભોજન માટે દાન અર્પણ કરાયુ હતું.

સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ ગુણવંતભાઇ (રાડુભાઇ) રૂપારેલીયાએ ટ્રસ્ટ વતી દાનની રકમ સ્વિકારતા સિસોદીયા પરીવારની સરાહના કરી હતી.

સમાજમાં લગ્ન પ્રસંગોમાં ઘણો ખર્ચ થતો હોય છે ત્યારે થોડું-ઘણું આવા સેવાકાર્યોમાં આર્થિક સહયોગ કરી નિરાધાર અને લાચાર લોકોની મદદ કરવાથી પ્રેરણાદાયી ઉદાહરણ પુરૃં પડે છે.

(11:51 am IST)