Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ભાવનગરમાં વિકાસ કામોના લોકાપર્ણ-ખાતમુહુર્ત

 ભાવનગરઃ મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ર૭.૬૧ કરોડના ખર્ચે થયેલ તથા થનારા વિકાસ કાર્યોનો લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમ મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે પીલગાર્ડન ખાતે યોજાયો હતો. જેમાં રૂપિયા ૧૪.રર કરોડના ખર્ચે ગઢેચી પમ્પીંગ સ્ટેશન તથા પમ્પીંગ મેઇન પાઇપ લાઇનના ખાતમુહુર્તનું કામ, રૂપિયા ૮.૧૭ કરોડના ખર્ચે પિલગાર્ડન નવીનીકરણનું લોકાર્પણ કામ, રૂપિયા પ.રર કરોડના ખર્ચે બોરતળાવ કૈલાસ વાટિકા ફેઝ-રના લોકાર્પણ કામનો સમાવેશ થાય છે. શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના લોકોની સુખાકારી અર્થે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે જનતા જનાર્દનની સેવારૂપી મહાયજ્ઞ થકી વર્તમાન સરકારમાં લોકો વિશ્વાસ મુકી રહ્યા છે. આ કાર્યક્રમમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, માજી સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન ગિરીશભાઇ શાહ, મેયર શ્રીમતી નિમુબેન, કમિશ્નરશ્રી મનોજ કોઠારી, નાયબ મેયરશ્રી મનહરભાઇ મોરી, સુરેશભાઇ ધાંધલ્યા, શ્રી યુવરાજસિંહ ગોહિલ, અમોહભાઇ શાહ, સનત મોદી, રહીમ કુરેશી સહિત કોર્પોરેટરો હાજર રહ્યા હતા. લોકાર્પણ સમારંભની તસ્વીર.

(11:48 am IST)