Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સાવરકુંડલામાં નિલેષભાઇ બારોટને યોગેશ અને બે શખ્સે છરી ઝીંકી

રાજકોટ તા. ૬: સાવરકુંડલામાં અંબિકા સોસાયટી બ્લોક નં. ૧૯માં રહેતાં નિલેષભાઇ બાબુભાઇ રેણુકા (ઉ.૪૭) નામના બારોટ આધેડને ગર્લ્સ હાઇસ્કૂલના ગેઇટ પાસે હતાં ત્યારે યોગેશ અને બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર મારી છરીથી ડાબા સાથળે ઇજા કરતાં સાવરકુંડલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને અહિથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી.

(11:45 am IST)