Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કાલે ભાવનગર જીલ્લા જેલમાં સરદાર વલ્લભભાઇ પટેલની જેલાયાત્રા વિશે પ્રવચન કાર્યક્રમ

ભાવનગર, તા.૬ : શહેર અને જીલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃતિઓ કરતા સરદાર યુવા મંડળ -  ભાવનગર દ્વારા તા.૭ ના સાંજે ૬ વાગ્યે જીલ્લા જેલમાં સરદાર પટેલની જેલયાત્રા વિશે મંડળના પ્રમુખ ભરત મોણપરા બંદીવાન ભાઇઓને વકતવ્ય આપશે.

૧૯૩૦ માં ગાંધીજીએ દાંડીયાત્રા શરૂ કરેલ એના પાંચમા દિવસે મીઠાનો કાયદો તોડવાના ભાગરૂપે રાસ ગામેથી સરદાર વલ્લભભાઇ પટેલની ધરપકડ કરી અને બોમ્બે પોલીસ એકટની કલમ ૭૦ મુજબ તા.૭મી માર્ચ ૧૯૩૦ ના રોજ ત્રણ માસની કેદની સજા અને પ૦૦ રૂપીયાનો દંડ ફરમાવવામાં આવ્યો હતો. આમ તા.૭મી માર્ચ ૧૯૩૦ થી રપ જુન ૧૯૩૦ સુધી સરદાર પટેલે સાબરમતી જેલમાં કેદી નંબર ૧પ૭૧૦ હતો અને કારાવાસ ભોગવ્યો હતો. આથી સાબરમતી જેલમાં જે કોટડી માં સરદાર પટેલે સજા ભોગવેલ તે કોટડીમાં સરદાર પટેલ સ્મૃતિરૂપે તસ્વીર મુકવામાં આવી છે.

બંદીવાન ભાઇઓને સરદાર પટેલની જેલયાત્રા વિશે સરદાર યુવામંડળના પ્રમુખ ભરત મોણપરા વકત્ય આપશે તેમજ જેલમાં શીસ્ત બંધ રીતે સજા કાપતા બંદીવાન ભાઇઓનંુ સન્માન કરવામાં આવે, સફળ બનાવવા માટે મંડળની ટીમ તથા જીલ્લા જેલ અધીક્ષક એ.આઇ.શેખ , જેલર આર. સી. ચૌધરી, જનરલ સુબેદાર ઓધડભાઇ સોલંકી જહેમત ઉઠાવી રહયા છે.

(11:45 am IST)