Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ભાવનગર પાસે કારની હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

ભાવનગર તા. ૬ :.. રૂપાવટી નજીક કાર અને બાઇક અથડાતાં સિહોરનાં યુવાનનું મોત નિપજયુ હતું. સિહોરમાં રહેતાં રાહુલગીરી મુકેશગીરી ગોસ્વામી (ઉ.૧૮) કોઇ કામ માટે પોતાનું મોટર સાયકલ લઇ ગારીયાધાર ગયા હતા અને પરત સિહોર આવી રહ્યા હતાં ત્યારે રૂપાવટી ગામ નજીક પુરઝડપે ઘસી આવેલ સ્વીફટ કાર નં. જીજે-પ સીએ ર૭૩૦ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પીટલ ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું. આ અંગે કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી ગારીયાધાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)