Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગારીયાધાર-રૂપાવટી વચ્ચે બાઇક-કાર વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોતઃ એક ગંભીર

ગારીયાધાર તા. ૬ :.. ગારીયાધારથી રૂપાવટી માર્ગ પર સવારે ૭ વાગ્યાના અરસામાં સ્વીફટ કાર જીજે-પ-સીએલ-ર૭૩૦ અને સ્પ્લેન્ડર બાઇક જીજે-૦૪-સીજી-૧૪૧૭ વાહન સામસામે અથડાઇ જતા બાઇક સવાર રાહુલગીરી મુકેશગીરી ગોસ્વાી ઉ.૧૯ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ ગારીયાધાર ઇએમટી દિનેશ જાની અનેપાયલોટ ચેતનસિંહ પરમાર દ્વારા ગારીયાધાર સીએચસી ખાતે ખસેડાયો હતો. ગંભીર હાલત જણાતા જેને સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો જેનું ભાવનગર સારવાર દરમિયાન મૃત્યુ થવા પામ્યું હતું.

(11:44 am IST)