Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જામનગરમાં ભરવાડ સમાજમાં સમુહલગ્નમાં ૮૭ નવદંપતિ જોડાયા

 ફલ્લામાં : જામનગર-પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક, માલધારી સમુહલગ્ન સમિતિ દ્વારા સાંરીયા પુલ પાસે જ્ઞાતિનાં અગીયારમાં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો -મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતીમાં ભરવાડ સમાજમાં ૮૭ યુગલો લગ્રગ્રંથીથી જોડાયા હતાં. બેટ દ્વારકામાં રઘુ ભગતે તેમજ અન્ય સંતો-મહંતોએ દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવ્યો હતો. તમામ નવદંપતિઓને દાતાઓનાં સહયોગથી ઘર વખરીનાં વાસણોથી લઇને સોના-ચાંદીનાં ઘરેણા સુધીની પ૧ ચીજ વસ્તુઓની ભેટ અપાઇ હતી. બેટી બચાવો, બેટી પઢાવો સંકલ્પ નવદંપતિ પાસે કરાવ્યો હતો. તમામ યુગલો કુંવરબાઇનું મામેરૂ તથા સાતફેરા સમુહ લગ્ન યોજના હેઠળ રૂ. ર૦ હજારની નાણાંકીય સહાય સમુહ લગ્ન સમિતિનાં માધ્યમથી સરકાર તરફથી આપવામાં આવશે.  આગલી રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર શહેર-જીલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા તાજેતરની ચૂંટણીમાં ચુંટાયેલા સમાજનાં સરપંચો, નવ નિયુકત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સફળ બનાવવા પુનાભાઇ બાંભવા, અરજણભાઇ ઝાંપડા, વેજાભાઇ જોગસવા, મનોજભાઇ ચાવડીયા, બાબુભાઇ ચાવડીયા સહિતનાં જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી.  (તસ્વીર - અહેવાલ : મુકેશ વરીયા-ફલ્લા)

(11:43 am IST)