Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જુનાગઢમાં મહિલા સપ્તાહઃ સ્વબચાવ તાલીમ તથા આરોગ્ય કાળજી સહિત કાર્યક્રમો

જુનાગઢ તા.૬ : સ્વપ્ત યુવા વિકાસ મંડળ દ્વારા અલગ-અલગ સંસ્થાના સહયોગથી મહિલા અઠવાડિયાની ઉજવણી આયોજન કરેલ છે.

સ્વપ્ન યુવા વિકાસ મંડળ અલગ-અલગ સંસ્થાના સહયોગથી ર થી ૮ માર્ચ સુધી મહિલા અઠવાડિયાની ઉજવણી કરશે. જે સંસ્થા (સ્કુલ કોલેજ કે અન્ય) સાથે જોડાઇને કોઇ કાર્યક્રમોનું આયોજન કરવા માંગતુ હોય તે સંસ્થાના છે. હર્ષદ વાજા Call or Whats app: 7405740309, FB page : Dream.ydc, Insta page : Swapna_ngo  સંપર્ક કરી શકે છે.

મહિલા સપ્તાહ ઉજવણીમાં સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને માર્શલ આર્ટ દ્વારા મહિલાઓ અને છોકરાઓ માટે સ્વબચાવ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને કાયાકલ્પ કલીનીક દ્વારા વિનામૂલ્યે મહિલા અને છોકરીઓ માટે હેર અને સ્કીનની કાળજી વિશે માહિતી આપતા સેમીનારનું આયોજન કરવામાં આવશે.સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે મહિલાઓ અને છોકરી માટે રોજગારી મેળવવા માટે શું કરવુ ? આ વિશે માહિતી આપતા સેમીનારનું આયોજન કરવામાં આવશે. સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલય દ્વારા મહિલાઓ અને છોકરીઓ માટે વિનામૂલ્યે રોગો વિશે માહિતી આપતા સેમીનારનું આયોજન પ માર્ચના રોજ વેલનેસ સેન્ટર ખાતે કરવામાં આવશે. મહિલાઓ અને છોકરીઓ માટે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા, ડ્રોઇંગ કોમ્પીટીશન, હેર સ્ટાઇલ કોમ્પીટીશન, મેકઅપ કોમ્પીટીશન, ડાન્સ કોમ્પીટીશન, સીંગીગ કોમ્પીટીશન, એકટીંગ કોમ્પીટીશન, આવા કોઇ કાર્યક્રમનું આયોજન કરશે જો કોઇ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવશે તો તેને સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા તેમને સહયોગ આપવામાં આવશે.

૧૮ વર્ષથી વધુ ઉંમરના યુવાનો અને પુરૂષો માટે ઓડીયો-વિડીયો કોમ્પીટીશન જેમાં તેમણે તેમના જીવનમાં જેનો પ્રભાવ હોય તેવી સ્ત્રી (મા, બહેન, પત્નિ, દિકરી, મિત્ર)ને આભાર કહીને ઓડીયો કે વિડીયો દ્વારા ર મીનીટનો સંદેશ આપવાનો રહેશે. શ્રેષ્ઠ ૩ ઓડીયો-વિડીયોને સ્વપ્ન યુવા વિકાસ મંડળ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આંબલીયા ગામના વતની ભરતભાઇ તેમની ફોરવ્હીલ સાથે જાહેરમાં સળગાવી હત્યા કરનારા નરાધમો વિરૂધ્ધ નોંધાયેલ ગુનાની તપાસ કરનાર તથા તે બીટમાં આવો ગુનો બનતા ના રોકી શકનાર બીટ જમાદાર, પીઆઇ, ડીવાયએસપીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને તેમની ઉપર કાયદાના નિર્દેશ વિરૂધ્ધ કામ (તપાસ) કરવા બદલ ૧૬૬ (એ)(બી) મુજબ ગુનો નોંધાયા છે. બનાવ હત્યામાં પલ્ટાયો હોય જેથી ગુનાને લગત ગંભીર કલમો લગાડવામાં અને મૃતકના પરિવારને રૂ.રપ,૦૦,૦૦૦ની સહાય આપવા આવેદનપત્રમાં જણાવેલ છે.

ખેડુતોના પ્રશ્નો ફરિયાદ સંકલન સમિતિમાં રજુ કરાશે

વિસાવદરના ધારાસભ્ય અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી હર્ષદભાઇ રીબડીયાએ ખેડુત હિતના પ્રશ્નો વિધાનસભામાં કૃષિ મંત્રીશ્રીને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તાલુકાવાર વર્ષ-ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮નો કપાસ અને મગફળીનો પાક વિમો કેટલા ટકા, કેટલા ખેડુતોને ચુકવવાનો બાકી છે ? મગફળી અને કપાસના પાક વિમા ખેડુતોને ચુકવવાનો બાકી હોય તો તેના કારણો શું અને કયાં સુધીમાં ચુકવવામાં આવશે ? તેવા પ્રશ્નો પુછયા હતા.

ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા જુનાગઢ જિલ્લાના સ્થાનિક પ્રશ્નોને લઇને દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા કક્ષાએ યોજાતી ફરિયાદ સંકલન સમિતિ ફરિયાદ સંકલન સમિતિમાં પ્રશ્નો પુછશે અને તૈયારીઓ પણ તેમના દ્વારા કરાઇ તેમ છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી-મહામંત્રી વી.ટી.સીડાએ જણાવ્યુ છે.

રામનવમીએ પરંપરાગત શોભાયાત્રા સહિત કાર્યક્રમો

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામચંદ્રજી અને ભગવાન શ્રી સહજાનંદસ્વામી જન્મોત્સવ શ્રી રામનવમી ઉત્સવની ઉજવણીના આયોજન માટે શહેરના વિવિધ યુવકો મંડળો તથા શહેરના આગેવાનો અને સાધુ-સંતોની બેઠક મળી હતી. જેમાં રામનવમી ઉત્સવ પ્રસંગે તા.રપ રવિવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે પરંપરાગત શોભાયાત્રાનું આયોજન હાથ ધરાયેલ છે જે પ્રસંગને ઉજવવાના આયોજન અને કાર્ય વહેચણી કરવા વિગેરેના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.(૩-૧)

(10:14 am IST)