Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મોરબીના બોરીયા પાટી પ્રા.શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી

 મોરબીના લીલાપર કેનાલ રોડ પર બોરીયાપાટી પ્રાથમિક શાળા આવેલીઙ્ગ,ઙ્ગઆમ તો આ બિલ્ડીંગ જોતા લાગે કે શાળા એકદમ જૂની છે પણ આ શાળાના શિક્ષકોના ધ્યેય ખૂબ જ ઊંચા છે,ઙ્ગજેમાં ખાસ તો વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળે તે હેતુથી ખૂબ જ ખંત અને ઉત્સાહ પૂર્વક શિક્ષકો મહેનત કરી વિદ્યાર્થીઓને પ્રવૃતિઓ આધારિત શિક્ષણ આપવામાં કોઈ પણ મોકો છોડતા નથી,ઙ્ગપછી કોઈ પણ વિશેષ દિનની ઉજવણી હોય કે અન્ય કાંઈ પણ આ જ રીતે ૨૮ ફેબ્રુઆરીના રોજ બોરીયાપાટી પ્રા.શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ૨૧ જેટલા વિજ્ઞાનના પ્રયોગો અને ૩૨ જેટલા વિજ્ઞાનના પ્રોજેકટની અવનવી પ્રદર્શની ગોઠવવામાં આવી હતી આ પ્રદર્શની વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને અને અન્ય વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. જે પ્રદર્શનીનો આજુબાજુના વિસ્તારના ઘણા લોકોએ લાભ લીધો હતો. ત્યારબાદ ૪૫ જેટલા વિદ્યાર્થીઓની વિજ્ઞાનની કવીઝનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન દિવસ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસ બની ગયો હતો. આ સફળ આયોજન અને ઉજવણીમાં વિજ્ઞાન શિક્ષક વિનોદભાઈ વસીયાણીનો સિંહ ફાળો રહ્યો હતો. બોરીયાપાટી પ્રા.શાળાના પ્રિન્સિપાલ અજીતભાઈ મોરડીયાએ વિનોદભાઈ વસીયાણીના કાર્ય અને ઉત્સાહને બિરદાવ્યા હતા. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(10:13 am IST)