Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

યુવાનો થઇ જાઓ તૈયાર... રાજકોટમાં ૧૧ દિ' યોજાશે લશ્કરી ભરતી રેલી

ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ રહેશે ૧૦મી એપ્રિલ સુધી

મોરબી તા. ૬ : ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની અલગ અલગ જગ્યાઓ (સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જરટેકનીકલ, સોલ્જર કલાક્ર્, સોલ્જર ટ્રેડ-મેન,સોલ્જર, ટેકનીકલ એવીએશન વગેરે) પર ભરતી કરવા માટે આગામી તા. ૨૬ એપ્રિલ થી તા. ૫ મે દરમિયાન રાજકોટ ખાતે આર્મી રીક્રુટીંગ ઓફીસર જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં ઉપસ્થિત રહેવા માટેઙ્ગ ઇન્ડિયન આર્મીની વેબસાઇટઙ્ગ www.joinindianarmy. nic.in પર રજીસ્ટ્રેશનઙ્ગતા. ૧૦ એપ્રિલ સુધીઙ્ગચાલુ રહેશે. ઙ્ગભારતીય સેનામાંઙ્ગ જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત સમયમાં ઓન લઇન રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

ઙ્ગરોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળોમાં જોડાવા માટેનાઙ્ગએક ઙ્ગમાસના રહેવા-જમવાનીનીઃશુલ્ક વ્યવસ્થા સાથેના નિવાસી તાલીમ  વર્ગનું આયોજન તા.  ૧ એપ્રિલથી મોરબી ખાતે કરવામાં આવનારઙ્ગ છે, જેમાઙ્ગ શારીરિક ક્ષમતાઙ્ગઙ્ગ માટેની અનેઙ્ગઙ્ગ લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયનીઙ્ગ તાલીમઙ્ગ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારાઙ્ગ આપવામાં આવશે. તાલીમ લેવા બદલ નિયમોનુસાર સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.ઙ્ગઙ્ગ સદર તાલીમ વર્ગમાં જોડાવા ઙ્ગઇચ્છુક પુરૂષ ઉમેદવારો (અપંગો સિવાય) તા. ૧૫ માર્ચ સુધીમાં રોજગાર વિનિમય કચેરી, મોરબીનો રૂબરૂ સંપર્ક સાધવા. જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.(૨૧.૪)

(10:12 am IST)