Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજુલા નગરપાલિકાના બે સદસ્યો ગુજરાત નગરપાલિકા અધિયમન હેઠળ કલેક્ટર અમરેલીની કોર્ટમાં ગેરલાયક ઠરતા બંને બેઠકો ખાલી જાહેર

અમરેલી:અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાના વોર્ડ નં.૦૩ના સભ્ય પ્રદિપભાઈ શંભુભાઈ રંજોલીયા અને વોર્ડ નં.૦૭ના સભ્ય શમીમબેન જાહીદભાઈ જીરુકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ-૧૧(ઝ) હેઠળ કલેક્ટર અમરેલીની કોર્ટમાં ગેરલાયક ઠર્યા છે. બંને સભ્યશ્રીઓને ચાલુ ટર્મમાં ત્રીજું સંતાન જન્મ્યું હોવાની અરજી અરજદાર મુળજીભાઈ દેવજીભાઈ નાગર દ્વારા કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભમાં તપાસના અંતે નગરપાલિકા અધિયમન હેઠળ કલમ ૩૮-(૧) અનુસાર બંને સભ્યઓને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, તેમજ આ બંને બેઠકો કલેક્ટરના હુકમ જાહેર કર્યાની તા.૦૬ ફેબ્રુઆરીથી ખાલી જાહેર કરવામાં આવી છે. આ હુકમથી નારાજ પક્ષકારો ૧૫ દિવસમાં કમિશનરમ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનકર્મયોગી ભવન ગાંધીનગર ખાતે અપીલ કરી શકશેતેમ અમરેલી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ દ્વારા એક યાદીમાં અનુરોધ કરતા જણાવવામાં આવ્યું છે.

 

(10:54 pm IST)