Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સોમનાથ મંદિર જતાં રસ્તા પર દુર્ગંધ મારતા ગટરના પાણીની રેલમછેલ :ગટરના દુર્ગંધ પાણીના કારણે દેશ વિદેશથી આવતા યાત્રિકો ભારે પરેશાન

સોમનાથ મંદિર જતા માર્ગમાં ગંદા પlણીનો બેસુમાર ત્રાસ નગરપાલિકાર્નુ વારંવાર ધ્યાન દોરેલ હોવા છતાં બેદરકારી અને ઘોર નિષ્કાળજી

સોમનાથ પ્રભાસપાટણમાં જ્યાં લાખો કરોડો યાત્રિકો-પ્રવાસીઓ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવે છે તે  સોમનાથ મંદિરના પાર્કીગ તેમજ હમીરજી સર્કલ સુધી નગરપાલિકા છલકાતી ગટર અને રસ્તા ઉપર પાણીનો બેસુમાર ગંદો પ્રવાહ વહેતો રહે છે

લોકો-યાત્રિકો નાછૂટકે મજૂબરી વશ આ ગંદા પાણીમાં ચાલવાને કારણે પગ ઝબોળાય છે અને પવિત્ર મંદિરમાં દર્શને જાવું પડે છે સોમનાથ ટ્રસ્ટની ઓફિસ સામે જ રોડ ઉપર લગભગ દરરોજ આવું બનતુ રહે છે પરંતુ કોઈ ના પેટનું પાણી હલતું જ નથી નગરપાલિકા ઉકેલ કરતી નથી અને કાળજી પણ લેતી નથી લોકો જાણે વીસમી સદીમાં જીવતાં હોય તેવા અંધકાર યુગમાં આજના યુગમાં યે જીવવું પડે છે વહેતું પાણીમાં ક્યારેક જીવાત- મચ્છજન્ય રોગ જંતુ કારણે રોગચાળાનું ઘર બનશે કોઈ સાંભળતું નથી કે જોતું નથી

   આ દુર્ગંધ મારતું પાણી તાત્કાલિક બંધ કરાવે જેથી સોમનાથ આવતા યાત્રિકો ખરાબ છાપ લય ને ના જાય અને યાત્રિકો અને સ્થાનિક લોકો ની પરેશાની મા ધટાડો થાય તેવી માગણી ઉઠવા પામી છે

(10:00 pm IST)