Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જસદણ પંથકમાં અપમૃત્યુના બે બનાવમાં લેઉવા પટેલ અને કોળી યુવકના કરૂણમોત

( વિજય વસાણી દ્વારા)આટકોટ : જસદણની જૂની નગરપાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતા  જસદણના ગઢડીયા ગામના સંતોષ દેરવાળીયા ( કોળી ) (ઉ.વર્ષ 25) નુ મોત થયુ છે.મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડયો છે.જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

   બીજા બનાવમા જસદણના પાંચવડા ગામના લેઉવા પટેલ યુવક રાજેશ જીણાભાઈ રાદડીયા (ઉ.વર્ષ 35) એ બીમારીથી કંટાળી પોતાની વાડીએજ ઝેરી દવા પી લેતા તેનુ પણ મોત થયુ છે.

 

(8:43 pm IST)