Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જામનગરમાં અદાણી મુદ્દે કોંગ્રેસે SBIની બ્રાન્ચ બહાર વિરોધ પ્રદર્શન કર્યું

કોંગ્રેસના કાર્યકરોએ લાલ બંગલા નજીક આવેલી SBIની બ્રાન્ચ બહાર પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો

 
જામનગરમાં અદાણી મુદ્દે કોંગ્રેસે SBIની બ્રાન્ચ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. SBI દ્વારા અદાણીને અપાયેલી હજારો કરોડની લોન બાબતે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરો શહેરની લાલ બંગલા નજીક આવેલી SBIની બ્રાન્ચ બહાર એકઠા થયા અને પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો.

 

(6:59 pm IST)