Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અદાણી મુદ્દે વડોદરામાં કોંગ્રેસનો વિરોધ :સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા : કાર્યકરોની અટકાયત

---- કોંગ્રેસ કાર્યકરોએ સાથે રાખેલા બેનરોમાં અદાણી જૂથને LIC અને SBIના જોખમી વ્યવહારોથી સામાન્ય નાગરિકોની બચત જોખમમાં મુકાઈ હોવાનો ઉલ્લેખ

વડોદરામાં કોંગ્રેસના પ્રદર્શન કરતા કેટલાક કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને અન્ય પદાધિકારીઓએ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા
 આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોએ સાથે રાખેલા બેનરોમાં અદાણી જૂથને LIC અને SBIના જોખમી વ્યવહારોથી સામાન્ય નાગરિકોની બચત જોખમમાં મુકાઈ હોવાનો ઉલ્લેખ હતો. સયાજીગંજ પોલીસે વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના આગેવાનોની અટકાયત કરી છે. આ સમયે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

 

(6:55 pm IST)