Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબીની ડેમી ૩ નદી નજીક ટેન્કર પુલની રેલીંગ સાથે અથડાતા ચાલકનું મોત.

આમરણ જોડિયા રોડ પર ડેમી નદીના પુલ પર રફતારની ગતિમાં ચાલતું ટેન્કરે પુલની રેલીંગ સાથે અથડાયું

મોરબીના આમરણ જોડિયા રોડ પર ડેમી નદીના પુલ પર રફતારની ગતિમાં ચાલતું ટેન્કરે પુલની રેલીંગ સાથે અથડાયું હતું. જેને પગલે ટેન્કર ચાલકનું મોત નીપજયું હતું.
સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસમાં બોનીભાઇ પરસોત્તમભાઇ ભુજપરીયાએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે, તારીખ ૨૯ ના રોજ રાજસ્થાનના રહેવાસી પીયુષકુમાર ફુલસિંગ મીણા પોતાના હવાલાનું અશોક લેયલન્ડ ટ્રક ટેન્કર GJ-12-BX-4697 લઈને પુરઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જેને પગલે ટેન્કર બેકાબૂ થઇ ગયું હતું અને આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી-૩ નદીના પુલ પરની રેલીંગ સાથે ટેન્કર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તેઓ ટેન્કર સહીત નદીના પાણીમાં પડી ડુબી જતા પીયુષકુમારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે કારણોસર પીયુષકુમારનું મોત નીપજયું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:39 pm IST)