Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબીમાં યોજાયેલ ઇન્ટર પોલીસ સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં 19 રને એ ડિવિઝનની ટીમને હરાવી એલસીબીની ટીમ બની ચેમ્પિયન

મોરબી જિલ્લામાં પોલીસ પરિવાર વચ્ચે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ઇન્ટર પોલીસ સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઇ હતી જેમાં એસપી, ડીવાયએસપી, એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી, એલસીબી, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, માળીયા તાલુકા તાલુકા પોલીસ સ્ટેશન, હળવદ તાલુકા પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન સહિત કુલ મળીને ૧૨ ટીમો ઉતારવામાં આવી હતી અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખૂબ જ સારી રીતે જુદાજુદા મેચમાં રમી રહ્યા છે 

    અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ગુનેગારોને ઝેર કરવા માટે પોલીસ સતત કાર્યશીલ રહેતી હોય છે ત્યારે તણાવભરી જીવનશૈલીમાંથી હળવાશ ભર્યું વાતાવરણ ઊભું કરવા માટે અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ વચ્ચે પરસ્પર મૈત્રીની ભાવના વધુ મજબૂત બને તેના હેતુ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને પોલીસ વિભગની ગુનાના ડિટેકશન સહિતની દરેક કામગીરી ટિમ સ્પિરિટ સાથે કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં અધિકારીઓ અને કર્મચારીમાં ટિમ સ્પિરિટ વધે તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ગઈકાલે સાંજે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તથા એલસીબીની ટીમ વચ્ચે યોજાયો હતો જેમાં પ્રથમ બેટિંગ કરતા મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા 147 રનનો લક્ષ્યાંક એ ડિવિઝન પોલીસને ટીમને આપવામાં આવ્યો હતો અને 12 ઓવરમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા 128 રન બનાવવામાં આવ્યા હતા આમ 19 રને એ ડિવિઝન પોલીસની ટીમને હરાવીને મોરબી કોપ્સ ચેમ્પિયન લીગમાં મોરબી જીલ્લા એલસીબીની ટીમ ચેમ્પિયન બનેલ છે

 

(6:17 pm IST)