Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વેરાવળ સોમનાથ ૧૧ કીલોમીટર બાયપાસમાં હાઇવે ઉપર ગેરકાયદેસર ક્રોસીંગ અનેક અકસ્‍માતોમાં મૃત્‍યુ તથા નાની મોટી ઇજાના બનાવો બંધ કરાવવાની માંગ

(દીપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૬ : વેરાવળ સોમનાથ ૧૧ કીલોમીટર બાયપાસ રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર ડીવાઈડર તોડી કોસીગ કરવામાં આવેલ છે ત્‍યાંથી અનેક નાના મોટા વાહનો પસાર થતા હોય જેથી દરરોજ નાના મોટા અકસ્‍માતો થયા હોય છે. તાજેતરમાં એક દંપતી પણ ખંડીત થયેલ હતું જેથી આવા ગેરકાયદેસર ક્રોસીગો બંધ કરવાની માંગ ઉઠી છે.

વેરાવળ સોમનાથ હાઈવે પર દરરોજ દેશ વિદેશમાંથી આવતા હજારો યાત્રીકો તેમજ ઉદ્યોગોના લીધે અનેક ટ્રકો આજુ બાજુ વિસ્‍તારમાંથી આવા જતા ગ્રામ્‍યજનો શહેરીજનોના લીધે હાઈવે ધમધમતો  રહે છે ૧૧ કીલો મીટરના હાઈવે પર ગેરકાયદેસર રીતે અનેક જગ્‍યાએ પોતાની મેળે રોડ બનાવી વાહનોને આવવા જતા માટે રસ્‍તાઓ કરાયેલ છે પોતાના ધંધા માટે મોતના રસ્‍તાઓ ગેરકાયદેસર રીતે  કરાયેલ છે જેથી દરરોજ અકસ્‍માતો થતા રહે છે.

તાજેતરમાં નવદંપતી સિનેમા જોવા જતું હતું તેને પુરપાટ ઝડપે આવતી મોટરકારે હડફેટે લેતા પત્‍નીનું મૃત્‍યુ થયેલ હતું. પ૦થી વધારે આવા ગેરકાયદેસર રસ્‍તા ખડકાયેલ છે જેથી નેશનલ હાઈવે દ્વારા કડક હાથે કામગીરી કરી તમામ રસ્‍તાઓ બંધ કરાવાની માંગ ઉઠેલ છે.

ટીબડી ફાટક પાસે દારૂ ઝડપાયો

વેરાવળ સાંઈબાબા મંદિર પાછળ રહેતા દેવીપુજક જય કેશુભાઈ ડાભી, ગોપાલભાઈ સવજીભાઈ ડાભી, મુકતાબેન કાનાભાઈ સોલંકી, રાધાબેન ધીરૂભાઈ સોલંકી ટીબડી ફાટક પાસે ઉભા હતા ત્‍યારે સુત્રાપાડા પોલીસ ચેકીગમાં હતી તેને શંકા જતા તલાસી લેતા તેમની પાસેથી વિદેશીદારૂ બોટલ નંગ ર૬૦ રૂા.૧૩૦૦૦ ની મળી આવતા ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

એસ.પી.ની કામગીરી

 સોમનાથ શંખ સર્કલ પાસે પાન ઠંડા પીણા દુકાન ધરાવા ચીનાભાઈ સામતભાઈ પરમાર તા.૩૧ ના રાત્રે ૧૧.૩૦ થી ૧ર વાગ્‍યે દુકાન બંધ કરાવવાનું કહી પોલીસકર્મી માર મારવા લાગેલ હતો તેનો વીડીયા વાઈરલ થયેલ હતો જેની આગેવાનો દ્વારા રજુઆત કરી કર્મચારી સામે પાગલા લેવાની માંગ કરેલ તેમજ અરજી આપેલ હોય જેથી એસ.પી મનોહરસિંહ જાડેજા દ્વારા તાત્‍કાલીક પગલા લઈ પોલીસ કર્મચારી  હાર્દિક મોરીની હેડ કવાર્ટર ખાતે બદલી કરી તપાસ હાથ ધરેલ છે.

વિશ્વકર્મા જયંતિ ઉજવાઇ

વેરાવળમાં વિશ્‍વકર્મા જયંતી નિમીતે સલાટ સમાજ દ્રારા દાંડીયા રાસ, સમુહ ભોજન, શોભાયાત્રા સહીતના કાર્યક્રમો યોજી ઉજવણી કરી હતી. શોભાયાત્રામાં પ૦૦થી વધુ લોકો જોડાયા હતા અને શહેરના મુખ્‍યમાર્ગો પર નિકળી હતી. આ તકે સમાજના પટેલ પ્રભુદાસભાઈ મુરબીયા એ જણાવેલ હતું કે સલાટ સમાજ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી વિશ્‍વકર્મા જયંતીના દિવસે કાર્યક્રમોનું આયોજન કરાય છે.

શોભાયાત્રા નિકળી

વેરાવળના આઈસ્‍ક્રીમના ધંધા સાથે સંકળાયેલા ખારવા સમાજના મોહનભાઈ જાદવભાઈ ફોફંડીએ માં નર્મદામૈયાની ૩પ૦૦ કીમી ની પરીક્રમા પગપાળા સુખ રૂપ ૮૪ દિવસમાં પરીપુર્ણ કરી ટ્રેન મારફત વેરાવળ આવતા તેમને શહેરના આગેવાનો દ્વારા આવકારવામાં આવ્‍યા હતા તેની શોભાયાત્રા નિકળી હતી તેમજ સાગરપુત્ર ફાઉન્‍ડેશન હોલ ખાતે સન્‍માન સમારોહ યોજાયો હતો

(1:20 pm IST)