Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ વોર્ડ નં. ૧ની કારોબારી મળી : ભાવેશ પોશીયા વોર્ડ પ્રમુખ

 જુનાગઢ : મહાનગરનાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્માનાં અધ્‍યક્ષસ્‍થાને આજરોજ વોર્ડ નં. ૧ની કારોબારી બેઠક મળી હતી જેમાં સરકારની વિવિધ સિધ્‍ધિઓ, કેન્‍દ્ર સરકાર તથા ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ તથા સંગઠન નાં કાર્યો વિશે ચર્ચા કરવામાં આવી હતી. મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા એ બેઠક માં જણાવ્‍યું હતું કે ભારતીય જનતા પાર્ટી નાં દરેક કાર્યકર ની પહેલી ફરજ છેવાડાના માનવી સુધી સરકારનાં કાર્યોની માહિતી તથા સરકારની દરેક યોજનાઓ નો લાભ અપાવવાનો છે અને તે કાર્ય માં દરેક કાર્યકર ખંતથી કાર્ય કરી રહ્યા છે. આજની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્‍યા હતા. જેમાં ખાસ વોર્ડ નં. ૧ ના પ્રમુખ તરીકે સર્વાનુમતે ભાવેશ પોશીયા ની વરણી કરવામાં આવી હતી અને દરેક કાર્યકરોએ ઉમંગભેર નિમણૂક ને વધાવી હતી. કારોબારી બેઠકમાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહાનગર ઉપપ્રમુખ ઓમભાઇ રાવલ, કોર્પોરેટર નટુભાઈ પટોળીયા, ખીમભાઈ મોકરિયા, શોભનાબેન પીઠિયા, લાભુબેન મોકરીયા ,સુભાષ રાદડીયા, લાભુબેન મોકરીયા, હિતેશ કાપડિયા, ભાવેશ પોશીયા, ચિરાગ શેઠીયા, અજય સોમાણી તથા વોર્ડના કાર્યકરો આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્‍યાની યાદી જણાવે છે.

(1:12 pm IST)