Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી બેઠક યોજાઈ

 જામનગર : ગુજરાત વિધાનશાભા ૨૦૨૨ ની ઐતિહાસિક જીત બાદ અને વર્ષ ૨૦૨૩ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ. હતી. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્‍યક્ષ ડો વિમલભાઈ કગથરા દ્વારા જામનગર મહાનગર કારોબારીમાં સૌ કાર્યકર્તાઓનું સ્‍વાગત કરવાં આવેલ. ડો. વિમલભાઈ કગથરાએ જણાવેલ કે, સાત સાત વર્ષના શાશન બાદ ફરી થી સત્તા આવી છે.  બેઠકમાં  ધન્‍યવાદ પ્રસ્‍તાવ રજુ કરવાં આવેલ, ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય કાર્યકારીણીની ૧૬, ૧૭ જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ દિલ્લી ખાતે મળેલી બેઠકની કાર્યવાહીને ગુજરાત પ્રદેશની કારોબારી દ્વારા અનુમોદન આપવામાં આવેલ. તાજેતરમાં જ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સતત સાતમીવાર પ્રચંડ વિજય અપાવવા બદલ આજની કારોબારીમાં ગુઅજરાતની જનતાએ મુકેલા વિશ્વાશ બદલ જનતાનો આભાર વ્‍યક્‍ત કરેલ. ભાજપ સરકાર લોકોના હૃદય સુધી પહોંચી અને લોકોએ એને વધાવી છે. કુલ વોશ શેરમાં ભાજપ ૧,૬૭,૦૭,૯૫૭ અને કોંગ્રેસ ને ૮૬,૮૩,૯૬૬ એટલે કે ૧૦૦% થી વધુ મતોનો તફાવત એ ભાજપની લોકપ્રિયતા અને પક્ષે કરેલ કામોનું પ્રતિબિંબ છે. આભાર પ્રસ્‍તાવ મહામંત્રી મેરામણભાઇ ભાટુ દ્વારા રજુ કરવાં આવેલ, તથા શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાએ આ પ્રસ્‍તાવને ટેકો આપેલ. ધારાસભ્‍ય રીવાબા જાડેજા એ કાર્યકર્તાઓ નો આભાર માનતા જણાવેલ કે, તેઓની ટિકિટ જાહેર થઇ ત્‍યારથી મતદાનના દિવસ સુધી શહેર સંગઠન થી લઇ પેઈજ સમિતિ સુધીના તમામ કાર્યકર્તાઓ એ સખત મહેનત કરેલ, અને ઐતિહાસિક લીડ અપાવી.  જામનગર શહેરની બંને સીટ ૭૮ અને ૭૯ ના ધારાસભ્‍ય એ કાર્યકર્તાઓનો આભાર માનેલ.  પ્રભારી  અભયભાઈ ચૌહાણએ જણાવેલ કે, શહેર સંગઠન થી લઇ પેઈજ સમિતિના સભ્‍યોની જહેમતે આ ઐતિહાસિક જીત અપાવી. વિશ્વકર્મા જયંતિની શુભકામના પાઠવવાની સાથે કાર્યકર્તાઓ ને ધન્‍યવાદ પાઠવેલ. આ સાથે કેન્‍દ્રીય બજેટને બિરદાવતા અભયસિંહ ચૌહાણએ જણાવેલ કે, કેન્‍દ્રીય બજેટ પ્રજાલક્ષી રજુ થયેલ, અને બજેટ રજુ થતા વિપક્ષ પાસે તેને વખોડવા માટે કોઈ મુદ્દા ન હતા. તેઓએ કાર્યકર્તાની તાકાત દર્શાવતા જણાવેલ કે, ૮૦ જેટલા ઉમેદવારો નવા હતા, તેમ છતાં કાર્યકર્તાઓની તાકાત અને જહેમત થી ભારતીય જનતા પાર્ટી એ ૧૫૬ સીટ ઉપર ઐતિહાસિક જીત મેળવી. તેઓએ વિશેષ થી માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજી ના સંકલ્‍પને કારોબારી સમક્ષ રજુ કરેલ, આગામી ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ૨૬ સીટ ઉપર માત્ર જીત મેળવી એટલું જ નહિ, પણ ૨૬ સીટ ઉપર તમામ કોંગ્રેસ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય, અને કાર્યકતાઓ ને આ સંકલ્‍પને સાર્થક કરવા કટિબદ્ધ બનવા આહવાન કરેલ.  રાષ્‍ટ્રીય કારોબારી પヘાત પ્રદેશ કારોબારી, ત્‍યારબાદ શહેર જિલ્લા કારોબારી અને ત્‍યારબાદ વોર્ડ કારોબારી નું આયોજન કરવાંમાં આવે છે. સભાનું સફળ સંચાલન મહામંત્રી  પ્રકાશભાઈ બામણીયા દ્વારા કરવામાં આવેલ તથા તેઓ દ્વારા જામનગર મહાનગરમાં વોર્ડ કારોબારીની વિગત જણાવેલ. જેમાં જામનગર મહાનગર ના વોર્ડમાં તા ૧૦ તથા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના કારોબારી બેઠકો યોજાશે.   આ બેઠકમાં શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી  પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શિક્ષણસમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ  પ્રમુખો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્‍ય, સહીત કારોબારી સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(1:02 pm IST)