Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જામનગર : બંધ ટ્રક પાછળ ઇક્કો કાર ઘુસી જતા યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : જામનગર તાલુકાના વિભાપર ગામે રહેતા સુરેશ ઉર્ફે હરેશભાઈ છત્રોલા જાતે વાણંદએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. પ ના રોજ તેમનો દિકરો જતીન હરેશભાઈ છત્રોલા ઉ.વ. ૩૦ પોતાની ઈકકો કાર જી.જે.૦૩-એમઈ-૪૩પ૪ લઈ ભજનનો પોગ્રામ પતાવી પરત તેમના ઘરે આવતા હતા ત્‍યારે જામનગર-રાજકોટ હાઈ-વે રોડ પર આવેલ રામપર પાટીયાથી આગળ રોડ ઉપર આ ટ્રક નંબર જી.જે.૧૦-ઝેડ-૯૯૯૧ ના ચાલકે પોતાનો ટ્રક રોડ વચ્‍ચે રાખેલ હોય જેમાં ઈકકો કાર પાછળથી ઘુસી જતા તેને ગંભીર ઈજાઓ થતા મરણ ગયેલ છે.

જુની અદાવતના કારણે

ચાર શખ્‍સોનો હુમલો

અહી ખોજા ગેઈટ સિલ્‍વર સોસાયટીમાં રહેતા યાસીન ઈનાયતભાઈ ખુરેશીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આરોપી હાજી સુલ્‍તાન સાથે ફરીયાદીને અગાઉ માથાકૂટ થયેલ હોય જેનો ખાર રાખી તા. પ ના રોજ ખુરેશી જમાતખાના પગથીયા પાસે જાહેરમાં આ કામેના આરોપી હાજી સુલ્‍તાન સુમરા રહે. હર્ષદમીલની ચાલીવાળો તથા અબ્‍દુલ, મુસ્‍તાક, કાળોએ મોટર સાયકલમાં આવી ધારીયુ, પ્‍લાસ્‍ટીકનો પાઈપ તથા લાકડાના ધોકા સાથે આવી ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્‍હો કરેલ છે.

સિકકા પાટીયે ગાડી પાર્ક કરવા બાબતે બઘડાટી : ચાર સામે ફરીયાદ

જામનગર તાલુકાના સિકકા ગામે રહેતા જાફર યુસુફભાઈ વસા ઉ.વ. ૩૮ એ મેઘપર પોલસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. પ ના રોજ સિકકા પાટીયા પાસે આરોપીએ પોતાની કાર જી.જે.૧૦-ડીજે-૦૯ર૦ પાર્ક કરી ચા-પાણી પીતા હોય ત્‍યારે આ કામેનો આરોપીઓ મહેશભાઈ મોગલ પેટ્રોલ પંપવાળા તથા તેની સાથે બીજા ત્રણ અજાણ્‍યા ઈસમોએ ત્‍યાં આવી ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી લોખંડના પાઈપ વડે માર મારી ઈજાઓ કરી એકબીજાને મદદગારી કરી ગુન્‍હો કરેલ છે.

(12:59 pm IST)