Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ર૧ ચોરાઉ મોબાઇલ સાથે વેરાવળમાં પટણી ઝડપાયો

વેરાવળ, તા. ૬ : એ.બી.જાડેજાના માર્ગદર્શન અનુસાર  એસ.ઓ.જી. સ્‍ટાફના એ.એસ.આઇ. નરવણસિહ ગોહીલ તથા લખમણભાઇ મેતા તથા ગોવિંદભાઇ વંશ તથા કેતનભાઇ જાદવ તથા ગોવિંદભાઇ રાઠોડ તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્‍સ. સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્‍સ. મેહુલસિંહ પરમાર એ રીતેના વેરાવળ શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન સાથેના એ.એસ.આઇ. લખમણભાઇ મેતા તથા નરવણસિહ ગોહીલ તથા ગોવિંદભાઇ વંશને સંયુકતમાં મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે સોમનાથ ટોકીઝ હુસેની ચોક પાસેથી (૧) શબ્‍બીર નુરમહમદ સુમરા, પટણી ઉવ.૩૫, ધંધો.મછીમારી, રહે.વેરાવળ, ગરીબ નવાજ કોલોની વાળા પાસેથી જુદી જુદી કંપનીઓના મોબાઇલો મળી આવતા જે મોબાઇલો પોતાની પાસે રાખવા બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને મોબાઇલોના બીલ કે આધાર પુરાવા ન હોવાનુ મજકુરએ જણાવેલ અને આ મોબાઇલો સુરત, રાજકોટ, ગાંધીધામ, જામનગર વિગેરે જગ્‍યાએ સુતા હોય ત્‍યારે ઘરમાંથી ચોરી કરેલ હોય જેથી ઉપરોક્‍ત આરોપી પાસેથી મોબાઇલ નંગ-૨૧ કી.રૂ. ૮૪,૫૦૦/- ના કબ્‍જે કરી મજકુર વિરૂધ્‍ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી. હેઠળ કાયદેસર કાર્યવાહી કરી વેરાવળ સીટી પો.સ્‍ટે. સોપી આપેલ.

(12:58 pm IST)