Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વઢવાણની એસ.એસ. વ્‍હાઈટ કંપનીનાં કર્મચારીઓ ‘શ્રમ પારિતોષિક' માટે પસંદગી પામ્‍યા

  વઢવાણ : ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા,ગુજરાતના ઔધોગિક એકમનાં શ્રમયોગી દ્વારા સંકટ સમયની સૂઝ, ઉત્‍પાધન-ઉત્‍પાધ્‍કતામાં વધારો,ઔદ્યોગિક શાંતિ જાળવવા અને કામદાર કલ્‍યાણ ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી પ્રદાન કરનાર ગુજરાતનાં શ્રમયોગીઓને રાજ્‍ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે  શ્રમ,કોશલ્‍ય,વિકાસ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપુત, શ્રમ,કોશલ્‍ય,વિકાસ અને રોજગાર અગ્ર સચિવ, ડૉ.અંજુ શર્મા અને નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય, ગુજરાત રાજ્‍ય પી.એમ. શાહ દ્વારા પુરસ્‍કળત કરવામાં આવ્‍યા. આ શ્રમ પારિતોષિક' કાર્યક્રમનાં અંતર્ગત વઢવાણ સ્‍થિત અમેરિકન કંપનીનાં બે કર્મચારીઓ પ્રતિક સોલંકી અને જયદીપ ખાંધ્‍લાની પસંદગી થયેલ અને જેમને પારિતોષિક અને ચેક એનાયત કરવામાં આવ્‍યા હતા. સુરેન્‍દ્રનગર જીલ્લાના શ્રમ યોગીઓની વધુમાં વધુ પસંદગી થાય તે માટે ઇન્‍ડસ્‍ટ્રીયલ સેફટી અને હેલ્‍થનાં આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર જતિન આદેશરાએ જહેમત ઉઠાવેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(10:56 am IST)