Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કચ્છના મુન્દ્રા અદાણી કંપની સામે સ્થાનિક ખેડૂતોની ટ્રેકટર રેલી : કંપનીના મેઈન ગેટ બહાર ધરણાં પ્રદર્શન

જમીન સંપાદન કરી યોગ્ય વળતર ન ચુકવાતા રોષે ભરાયેલા ખેડૂતોએ વિરોધ કર્યો

અમદાવાદ : ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરુદ્ધ દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ દેશભરમાં ચક્કાજામ કર્યો હતો, ત્યારે કચ્છના મુન્દ્રા અદાણી કંપની વિરુદ્ધ સ્થાનિક ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જમીન સંપાદન કરી યોગ્ય વળતર ન ચુકવાતા રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી

રાજ્યના કચ્છ જિલ્લામાં મુન્દ્રા પોર્ટ નજીક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માટે અદાણી દ્વારા જમીન સંપાદિત કરવામાં આવી છે. ટૂંડા ગામની જમીન સંપાદનમાં યોગ્ય વળતર ચુકવાયું નથી તેમ સ્થાનિક ખેડૂતોએ અદાણી કંપની પર આરોપ લગાવ્યા છે. અદાણી વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી અને કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ધરણાં પ્રદર્શન કર્યા હતા

અદાણી કંપનીની પ્રવેશદ્વાર બહાર મોટી સંખ્યામાં ખેડૂતો જમા થયા હતા અને ત્યાં રામધૂન બોલાવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલાક ખેડૂતો ને પૂરું વળતર આપ્યું છે જ્યારે કેટલાક ખેડૂતોને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું

(8:39 pm IST)