Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર : મહાનગરપાલિકાની ચૂંટણીમાં 351 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી...

64 બેઠકો માટે કુલ 351 ઉમેદવારોએ 427 ફોર્મ ભર્યા :વોર્ડ નંબર 1માં સૌથી વધુ 35 ઉમેદવારોએ 43 ફોર્મ ભર્યા

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 351 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે શહેરની 64 બેઠકો માટે કુલ 351 ઉમેદવારોએ 427 ફોર્મ ભર્યા છે જેમાં વોર્ડ નંબર 1માં સૌથી વધુ 35 ઉમેદવારોએ 43 ફોર્મ ભર્યા છે જયારે વોર્ડ નંબર 9 અને 13માં સૌથી ઓછા 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે

 ભાજપના કુલ-64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જયારે કોંગ્રેસના 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને 1 ફોર્મ ભરવા અંગે વાંધા અરજી થયેલી છે આમ આદમી પાર્ટીના 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને બહુજન સમાજ પાર્ટીના 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જયારે NCPના 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે

(7:27 pm IST)