Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભરત વાળા હત્‍યા કેસમાં દેતડીયાના સરપંચ વિજય વાળાની જામીન અરજીને ગોંડલ કોર્ટે ફગાવી દીધી

ભાયુભાગની જમીનના વિવાદમાં હત્‍યા થતા કોટડાસાંગાણી પોલીસમાં ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૬ : દેતડીયા ગામના સરપંચ વિજય દળુભાઇ વાળાએ તેના જ કૌટુંબીક ભાઇ ભરતભાઇ બીચ્‍છુભાઇ વાળા પર તા. ર૧/૭/ર૦ર૦ ના રોજ ફાયરીંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્‍યારબાદ તેની ધરપકડ થતા અરોપી વિજયભાઇએ ગોંડલ સેશન્‍સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરેલ હતી જે ગોંડલની સેશન્‍સ કોર્ટએ નામંજુર કરેલ હતી.

આ કેસની હકીકત એવી છે કે ગુજરનાર ભરતભાઇ વાળા તેમના પીતાશ્રી પાસેથી ભાયુભાગમાં જમીન મળેલી જે બધા ભાઇઓએ આ જમીન આરોપી વિજયભાઇ વાળાને વેચાણ કરી દસ્‍તાવેજ કરી દીધેલ છે અને દસ્‍તાવેજ વખતે વાત થયેલ કે આ જમીનમાં જે વધારાની જમીન નીકળે તે પાછી આપવાની રહેશે આ જમીનમાં આઠ વિઘા જમીન બીજી વધારાની નીકળેલ જેથી તે જમીન ભરતભાઇ તથા તેના ભાઇઓ આરોપી પાસે માંગતા પણ આરોપીએ વધારાની જમીન પાછી આપતા નથી જે જમીન બાબતેનો વીવાદ આ આરોપી વિજયભાઇ તથા ભરતભાઇને ચાલતો હતો. જેનો ખાર રાખી આરોપીએ તા.ર૧/૭/ર૦ર૦ ના રોજ ભરતભાઇ પર ફાયરીંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધેલ અને તે સંદર્ભે ફરીયાદી જયદીપભાઇએ કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશનના ઇ.પી.કો.કલમ-૩૦ર તથા આર્મ્‍સ એકટ હેઠળ આરોપી સામે ધોરણસરની ફરીયાદ કરેલ હતી. જેથી આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જેથી આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આરોપી પક્ષ તથા સરકારી વકીલ તેમજ મુળ ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ તમામ દલીલો તથા રજુઆતને ધ્‍યાને લઇ ગોંડલના સેશન્‍સ જજે સરકારી વકીલ તથા મુળ ફરીયાદી દ્વારા રજુ રાખવામાં આવેલ લેખીત વાંધાઓ ધ્‍યાને લઇ આરોપીની રેગ્‍યુલર જામીન અરજી ના મંજુર કરેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદી વતી રાજકોટના ધારાશાષાી સ્‍તવન મહેતા, કૃષ્‍ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, પ્રીત ભટ્ટ, અશોક સાંસકીયા તથા વિપુલ રામાણી રોકાયેલ હતા.

(3:30 pm IST)