Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર : ઇથેનોલ મિશ્રીત પેટ્રોલથી થતી મુશ્કેલીઓ દુર કરવા વાહનોના ફયુલ ટેન્ક સાફ કરવા જરૂરી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૬ :  પેટ્રોલથી ચાલતા વાહનોના ઉપયોગ કરનાર દરેક ઉપભોકતાએ પોતાના વાહન ફયુલ ટેન્ક પાણી રહિત રાખવાથી અનિવાર્ય થઇગયેલ છે કેમ કે સરકારશ્રી ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં ૧૦ ટકા સુધી ઇથેનોલ મિશ્રીત પેટ્રોલ સપ્લાય કરવા નિર્દેશ આપેલ છે.

ગુજરાતના અન્ય જીલ્લાઓ, જેમ કે અમદાવાદ, વડોદરામાં અગાઉથી ૧૦ ટકા ઇથેનોલ મિશ્રીત પેટ્રોલનું વેચાણ શરૂ થઇ ગયેલ. પરંતુ જામનગર જીલ્લામાં  જાન્યુઆરી ર૦ર૧થી સાદા પેટ્રોલમાં ૧૦ ટકા સુધી ઇથેનોલ ભેળવી ઓયલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ માલિકોને સપ્લાય કરવામાં આવે છે.

પેટ્રોલથી ચાલતા વાહનધારકોએ તકેદારી રાખવા જેવી બાબત એ છે કે, જો તેમના વાહનની પેટ્રોલ ટેંકમાં ભેજ કે થોડા પ્રમાણમાં પણ પાણી હશે તો ઇથેનોલ મિશ્રીત પેટ્રોલ પુરાવવાથી વાહનની ટેન્કમાં ઉપરની તરફે પેટ્રોલ અને નીચેની તરફે પાણી જેવો પદાર્થ જોવા મળશે. જયારે પણ ઇથેનોલ,  ભેજવાળી હવા કે પાણી સાથે સંપર્કમાં આવે ત્યારે આવા પ્રકારનું રાસાયણીક રીયેકશન આકાર લ્યે છે અને તેનાથી વાહન ચલાવતા સમયે વાહન આવે ત્યારે આવા પ્રકારનું રાસાયણીક રીયેકશન આકાર લ્યે છે અને તેનાથીવાહન ચલાવતા સમયે વાહન ડચકા ખાય છે અથવા બંધ પડી જાય છે. જયારે ગ્રાહકો સર્વિસ સેન્ટર કે ગેરેજમાં પોતાનું વાહન રીપેરીંગ માટે લઇ જાય છે. ત્યારે આ બાબત માલુમ થાય છે. જામનગર ડીસ્ટ્રીકટ પેટ્રોલ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ધિમંતભાઇ ઘેલાણીના જણાવ્યા મુજબ જો ગ્રાહકોએ તેમના વાહનની પેટ્રોલ ટેન્ક લાંબા સમયથી સાફ કરાવેલ ન હોય તેવા વાહન ચાલકોએ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ફયુલ ટેન્ક તાત્કાલીક ધોરણે સર્વિસ સેન્ટરમાં સાફ કરાવી લેવી તેમજ ભેજ કે પાણી રહે નહી તેવી તકેદારી રાખવી જેનાથી ઇથેનોલ મિશ્રીત પેટ્રોલથી થતી મુશ્કેલીથી દુર રહી શકાય અને વાહન સારી રીતે ચાલી શકે.

(1:02 pm IST)