Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગરના લાલપુર જીલ્લા પંચાયતની ચૂંટણી પછી ઘોડી ઉપર ચાલતો કરી દેવાની ધમકી

કોંગ્રેસ અગ્રણી નાથાભાઇ ગાગલીયાને પરબત ઉર્ફે કિશોર વસરાએ ધમકી દેતા પોલીસ ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬ : લાલપુર પોલીસ સ્ટેશનમાં નાથાભાઈ મેરામણભાઈ ગાગલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી નાથાભાઈ જીલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સદસ્ય હતા અને તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા હોય અને આરોપી પરબતભાઈ ઉર્ફે કિશોરભાઈ દેવશીભાઈ વસરા રીંજપર ગામની તાલુકા પંચાયતની સીટ ઉપરથી ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સીટ ઉપર ચુંટાયેલ હતા અને ફરીથી તેઓએ રીંજપર ગામની તાલુકા પંચાયતની સીટ ઉપરથી ચુંટણી કોંગ્રેસ પાર્ટીની ટીકીટની માંગણી કરેલ હોય અને આરોપી પરબતભાઈ ઉર્ફે કિશોરભાઈ દેવશીભાઈ વસરાને એવું લાગેલ કે ફરીયાદી નાથાભાઈ પોતાની માંગણી કરેલ સીટ ઉપરથી તેની કોંગ્રેસ પાર્ટીના જ તેના હરીફને સમર્થન કરતા હોય જેથી લાલપુર સામા કાઠે આવેલ દીનેશભાઈ પાટીદારની દુકાનમાં આરોપી પરબતભાઈ ઉર્ફે કિશોરભાઈ એ ફરીયાદી નાથાભાઈને ફોન કરી ચુંટણી પછી તને ઘોડી પર ચાલતા કરી દેવાની ધમકી તેમજ અપશબ્દ બોલી ગુનો કરેલ છે.

મહેશ્વરી વાસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નાગનાથ સર્કલ, મહેશ્વરી વાસ, કોમ્યુનીટી હોલની બાજુમાં જામનગરમાં આરોપી અશોકભાઈ દેવરાજભાઈ ધુલીયા, સંજયભાઈ રાજુભાઈ મકવાણા, ભાવેશભાઈ ધનજીભાઈ રાઠોડ, રે.જામનગરવાળા ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૩પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગણપતીનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ સર્કલ પાસે, ગણપતીનગર, ઝુપડપટ્ટીમાં આરોપીઓ મધુભાઈ રામાભાઈ સાગઠીયા, પ્રવિણભાઈ રૂપાભાઈ પરમાર, નાથાભાઈ દેવભાઈ ચાવડા, મેગજીભાઈ રામજીભાઈ બોચીયા, રમેશભાઈ ચનાભાઈ મહીડા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૩૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ખીમરાણા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણા ગામે આરોપીઓ હિતેન્દ્રસિંહ હેમતસિંહ ચુડાસમા, દેવેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા ભોજુભા જાડેજા, નટુભા ઉમેદસિંહ જાડેજા, પ્રવિણસિંહ ઉર્ફે પોપટભાઈ કેશુભા જાડેજા, રે. જામનગરવાળા તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.પ૬૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બાલવા ગામે જુગાર રમતા છ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજુભાઈ રવજીભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલવા ગામ, કુબાવાળા રોડ તરફ જવાના રસ્તે બાવળની ઝાળીમાં આરોપીઓ વિજયભાઈ મોહનભાઈ વાવેચા, દામજીભાઈ રાયમલભાઈ ચૌહાણ, રવીરાજસિંહ સખુભા ઝાલા, શૈલેષભાઈ સુભાષભાઈ વાવેચા, રસીકભાઈ મનજીભાઈ સાંગેચા, મનસુખભાઈ મોહનભાઈ ડાભી, રે. બાલવા ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪,૪૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સાપ કરડી જતા વૃઘ્ધનું મોત

 ભાવાભી ખીજડીયા ગામે રહેતા લગધીરસિંહ વનરાજસિંહ જાડેજા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, દાદર ના પાટીયા પાસે, આ કામે મરણજનાર વનરાજસિંહ વખતસિંહ જાડેજા, ઉ.વ. ૬૦, રે. ભાવાભી ખીજડીયા ગામવાળા પોતાની વાડીએ હતા ત્યારે વાડીમાં તેમને ડાબા પગમાં સાપ કરડતા મરણ ગયેલ છે.

યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્યું

અહીં ડીફેન્સ કોલોની, નંદનવન સોસાયટીમાં રહેતા ભાવનાબેન અજયભાઈ રાઠોડ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર અજયભાઈ ઈશ્વરભાઈ રાઠોડ, ઉ.વ.૪પ, રે. ડીફેન્સ કોલોની, બાલાજી પાર્ક–૩, નંદનવન સોસાયટી, જામનગરવાળા પોતે પોતાના ઘરે પોતાની મેળે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

(1:01 pm IST)