Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગરમાં વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઇજાઓ અંગે રૂ.પચાસ લાખ વળતર ચુકવવા વિમા કંપનીને અદાલતનો આદેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: ભાવિન દ્વારકાદાસ વિઠલાણી નામનો યુવાન પોતાની મોટર સાયકલ સ્કુટી નં.જીજે-૦૩-૨૩૮૩ પર બેસીને કાલાવડ રોડ પર જતો હતો ત્યારે તુફાન જીપ નં.જીજે-૧૦-ડબલ્યુ-૧૭૭૪ના ચાલકે ઠોકર મારતા આ યુવાનને ગંભીર ઇજા માથામાં થયેલી અને હેમરેજ જેવી કાયમી ઇજાથી જીવનભર ખોટ રહી ગયેલી હતી.

આ ઇજાઓ અંગે આ યુવાનને વળતર વધારો મેળવવા વિમા કંપની રોયલ સુંદરમ એલાયન્સ ઇન્સ્યોરન્સ કું.સામે ગુજરાત હાઇકોર્ટમાં અપિલ દાખલ કરી હતી.

આ અપિલની સુનાવણી થતા ઇજા પામનાર ભાવિન વિઠલાણીના એડવોકેટ પ્રેમલ એસ.રાચ્છે રજુઆત કરેલ કે જીંદગીભર કાયમી ખોડ રહેલ છે અને જીવનભર દવા- સારવાર ચાલુ રાખવી પડશે અને સુપ્રિમ કોર્ટ ૨૦૨૦ (૪) પાના નં.૪૧૩ પર કાજલ વિરૂધ્ધ જગદીશચંદ્રની અપિલમાં ઠરાવેલ કે જીવનભરની યાતના તથા દવા સારવાર - ખર્ચે પણ આપવો જોઇએ.

ગુજરાત હાઇકોર્ટમાં આ અપીલ ચાલી જતાં નામદાર હાઇકોર્ટ રોયલ સુંદરમ એલાયન્સ ઇન્સ્યોરન્સ કાું.ને રૂ.પચ્ચાસ લાખ ત્રેસઠ હજાર છસો વળતર ૨૦૧૦માં કરેલ કેસની તારીખથી ચડત ૯%ના વ્યાજ સાથે ચુકવવા આદેશ આપેલ છે.

અરજદાર યુવાનના વકિલ પ્રેમલ એસ.રાચ્છ રોકાયા છે.

(1:00 pm IST)