Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ભાજપમાં વિરોધઃ પૂર્વ મેયર રાજુ શેઠ ટેકેદારો સાથે ફોર્મ ભરવાના સ્થળે ઉમટયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૬ : જામનગર ભાજપમાં નારાજગી  યથાવત છે. કોર્પોરેશનની ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપમાં વિરોધ સામે આવ્યા છે.

પુર્વે મેયર રાજુ શેઠ પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવાના સ્થળે પહોંચ્યા હતા. તેઓને ભાજપના પ્રમુખ મંત્રી સહિતના હોદેદારો સમજાવવા પ્રયાસ કરી રહયા છે. રાજુ શેઠે અકિલા સાથેની વાતચીતમાં નારાજગી હોવાની વાતને સમર્થન આપ્યું છે.

(12:59 pm IST)