Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જુનાગઢમાં ર૪પ ચપટા, ર૪પ લીટર દારૂ અને બે કાર સાથે એકને ઝડપી લેતી પોલીસ

જુનાગઢ તા.૬ : લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આર. એચ.આઇ. ભાટી પીએસઆઇ ડીજી બડવા કોન્સ. દિપક નાથાભાઇ બડવા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મળેલ બાતમીના આધારે જોષીપરા ફોર વ્હીલ કારમાંથી ૪૩પ ચપટા અને કાર મળી કુલ ૧,૪૩,પ૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી મેહુલ ઉર્ફે વી.કી. ધારેચા વિરૂધ્ધ બી ડીવીઝન પો. સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરાવી ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે.

ઉપરાંત એલસીબીની આ ટીમે જોશીપરાના આદિત્યનગર મંદિર પાસેથી આરોપી ભરત હિરા વાઘેલાને ર૪પ લીટર, દેશીદારૂ ર મોબાઇલ ફોર વ્હીલ કાર મળી રૂ.૧,૦૬૯૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ રેઇડ દરમિયાન નાનુ ચંપાલાલ કલાલ રે. સત્યમ એપાર્ટમેન્ટ દાતા રોડ કામદાર નાકે નાશી છુટયો હતો. જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(12:57 pm IST)