Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

માણાવદર તાલુકામાં ભાજપના ગઢમાં ગાબડુઃ ૩૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ૬: તાલુકા કોંગ્રેસ સમિતિની અખબારી યાદીમાં જણાવેલ છે કે આજરોજ પટેલ સમાજ ખાતે તાલુકા ત્થા જિલ્લા પંચાયતની ચૂંટણી અનુસંધાને બપોરના ત્રણ વાગ્યે મીટીંગ મળી હતી તાલુકા કોંગ્રેસનું ચુંટણી કાર્યાલય બેન્ક ઓફ બરોડા સામે જિલ્લા કો. પ્રમુખ નટુભાઇ પોકિયાના હસ્તે કરાયેલ ઉદ્દઘાટન પ્રસંગે તાલુકાભરના કોંગી કાર્યકરો-આગેવાનો હાજર રહેલા ત્થા જીઇબી પાસેથી ભાજપના કાર્યકર જીજ્ઞેશભાઇ છૈયા, ભરતભાઇ ડાંગર, વેળવા ગામના ૧૦૦ કાર્યકરો મોટર સાયકલ રેલી કાઢી આજની મીટીંગમાં હાજર રહેલ સીતાણા ગામના રાજુભાઇ સોલંકી ૧૦૦ કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિંયાએ તાલુકાના વેડવા, વેકરી, સીતાણા, ભીંડોરા, લીંબુડા સહિત ભાજપ કાર્યકરો જોડાતા હોવાની જણાવ્યું હતું. કુલ ૩૦૦ જેટલા ભાજપના કાર્યકરો તાલુકામાંથી આજે જોડાયા છે.

માણાવદર તાલુકો એટલે ભાજપ સરકારના કેબીનેટ મીનીસ્ટર શ્રી જવાહરભાઇ ચાવડાનો ગઢ ગણાય છે. ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેઓ પણ વર્ષો સૃુધી કોંગ્રેસમાં હતાં.

(11:55 am IST)