Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ચરાડવાના ગ્રામ્યજનો દ્વારા કલેકટરને આવેદન

મોરબીઃ હળવદના ચરાડવા ગામના રહીશોએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ચરાડવા કે ટી મિલ કોલોની વિશે આવેદન આપેલ જે અંગે કોઈ પ્રત્યુતર મળ્યો નથી હાલ જે કોલોનીના મકાનમાં તેઓ રહેતા હોય તે ગમે ત્યારે પડી સકે છે અને પરિવારને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. કવાટર અતિ વરસાદથી પડેલ છે અને અડધા મકાન જેસીબી મશીનથી પડેલ છે. મકાન બનાવી રહેવા માટે વ્યવસ્થા કરવી છે કેટલાક લોકો છૂટક મજુરી કરી ભાડું ભરીને રહેતા હોય જેથી મકાન બનાવવું છે જે માટે માલિક અમુક ટકા મદદ કરશે તેવું મૌખિક આશ્વાસન આપ્યું છે તો કોલોનીમાં એક મહિના બાદ સફાઈ કરી ત્યારબાદ કામ ચાલુ કરવાના હોય જેથી કોઈ હેરાન ના કરે તે માટે યોગ્ય કરવા રજૂઆત કરી છે. તે તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ. મોરબી)

(11:37 am IST)