Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

થાનમાં સિરામિક ફેકટરીના છાપરા પરથી પટકાતા શ્રમિકનું મોત

અભેપર ગામમાં પ્લાસ્ટિકના પતરા પર પગ આવી જતા લપસી પડેલ

વઢવાણ,તા.૬ : થાન તાલુકામાં અંદાજે ૨૦૦થી વધુ સીરામીક ઉદ્યોગો અને કારખાનાઓ વર્ષોથી ધમધમી રહ્યાં છે પરંતુ અમુક કારખાનાઓમાં નિયમ મુજબ સલામતી રાખવામાં આવતી નથી જેના કારણે અવાર-નવાર થતાં અકસ્માતમાં શ્રમીકો પોતાનો જીવ અગાઉ પણ ગુમાવી ચુક્યાં છે ત્યારે થાનના અભેપર વિસ્તારમાં આવેલ ખાનગી સીરામીકના કારખાનામાં પુરતી તકેદારી રાખવામાં આવી નહોતી અને છાપરાનું રીપેરીંગ કામ થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવ્યું હતું..

 જે દરમ્યાન મુળ સુરત ખાતે રહેતો અને કારખાનામાં કામ કરતો શ્રમીક તુષાર પ્રવિણભાઈ ગોદાવી (પટેલ) ઉ.વ.૩૧ વાળો દિવાલ ઉપર ચડી પતરા ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે ે પ્લાસ્ટીકના પતરાઓ પર પગ આવી જતાં શ્રમીક સીધો જમીન ઉપર પટકાયો હતો અને મોત નીપજ્યું હતું અને જે અંગેની જાણ મૃતકના પરિવારજન મૌલીક -વિણભાઈ ગોદાવીએ થાન પોલીસને કરતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(11:35 am IST)