Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જસદણ હવેલીમાં વ્રજરાજકુમારજીના હસ્તે રવિવારે સત્સંગ હોલનું ભૂમિપૂજન યોજાશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૫ : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ઘ જસદણની શ્રી ગોવર્ધનનાથજીની તથા બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં નિર્માણ પામનાર વિશાળ અદ્યતન સત્સંગ હોલ પ્રસાદ હોલનું ભૂમિ પૂજન વૈષ્ણવાચાર્ય પૂજયપાદ ગૌસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના હસ્તે યોજાશે.

શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ગોવર્ધનનાથજીની હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલના જણાવ્યા મુજબ તારીખ ૭-૨-૨૦૨૧ ને રવિવારે જસદણની હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવાચાર્ય પૂજયપાદ ગૌસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના હસ્તે જસદણ હવેલીમાં નિર્માણ પામનાર ત્રણ હજાર આઠસો સ્કવેર ફૂટના અદ્યતન સત્સંગ હોલ, પ્રસાદ હોલનું ભૂમિપૂજન યોજાશે. આ પ્રસંગે મહારાજશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સામૈયા કળશધારી નાની કુવારીકા બહેનો દ્વારા તેમજ પુષ્પવૃષ્ટિ અને બેન્ડવાજા સાથે મોટા રામજી મંદિરેથી શરૂ થશે. આ શોભાયાત્રા ટાવર ચોક થઇને છત્રી બજારમાં હવેલીએ પહોંચે ત્યાં પૂજય મહારાજશ્રીના હસ્તે ભૂમિપૂજન થશે. ભુમી પૂજન અને ખાતર્મુહુત વિધિ બાદ પૂજય મહારાજશ્રીનું પ્રવચન વચનામૃત યોજાશે. વચનામૃત બાદ રાજભોગના દર્શન અને શ્રી ગોવર્ધનનાથજીને મહારાજશ્રીના હસ્તે આરતી યોજાશે. રાજભોગના દર્શન અને આરતી પૂર્ણ થયા બાદ વૈષ્ણવો મહારાજશ્રીને ચરણસ્પર્શ વંદન કરશે. બપોરે એક કલાકે કન્યા વિનય મંદિર ખાતે આમંત્રિત તમામ વૈષ્ણવ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ જનાણી, હસુભાઈ ગાંધી, ભરતભાઈ ધારૈયા, બટુકભાઈ તન્ના,

મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, કમલેશભાઈ ચોલેરા, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા, આમંત્રિત ટ્રસ્ટીઓ અશોકભાઈ મહેતા, રમેશભાઈ ગોલ્ડન ચા, ચંદુભાઈ ગોટી ઉમિયા, સંજયભાઈ સખીયા, કિરીટભાઈ છાયાણી, ધર્મેશભાઈ જીવાણી, અરવિંદભાઈ પાટડીયા, નરેશભાઈ દરેડ, વિજયભાઈ રાઠોડ, કિશોરભાઈ ગઢવી તેમજ કમિટીના તમામ સભ્યો આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. વૈષ્ણવાચાર્ય પૂજયપાદ ગૌસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય જસદણમાં સૌપ્રથમ વખત પધારતા હોઈ વૈષ્ણવોમાં ઉત્સાહ ફેલાયો છે.

(11:34 am IST)