Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

લીંબડીના ઉંટડી ગામની સીમમાં મોરનો મૃતદેહ મળ્યો

વઢવાણ, તા.૬: લીંબડી તાલુકાના ઉંટડી ગામની સીમમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવતાં જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણ ફેલાઈ જવા પામી હતી.

જે અંગેની જાણ આસપાસના લોકો સહિત જીવદયા પ્રેમીઓમાં થતાં વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતાં દ્યટના સ્થળે પહોંચી મૃત મોરના મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

જયારે બર્ડફલુની દહેશત વચ્ચે મોરના મોતથી લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને પીએમ બાદ જ મોરના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.

(11:33 am IST)