Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

આલીદર અને પીપળી ગામના સરપંચોને આર્થિક નુકશાનના ૨૦% રકમ ચડત વ્યાજ સાથે ભરવા હુકમ કરાતા ખળભળાટ

કોડીનાર,તા. ૬: તાલુકાના આલીદર તથા પીપળી ગામના સરપંચને તેમની સરપંચ તરીકેની જવાબદારી નીભાવવા નિષ્ફળ જવા અને નાણાકીય આર્થિક નુકસાન કરવા ખરીદી સહિતના કામોમાં ભ્રષ્ટાચાર આચરવાના મુદ્દે ગીર સોમનાથ જીલ્લા વિકાસ અધિકારીએ આ બન્ને સરપંચોને આર્થિક નુકશાનના ૨૦ ટકા રકમ ચડત વ્યાજ સાથે ભરવા હુકમ કરતા રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઇ છે.

પ્રજાના પ્રતિનિધી તરીકે ચુંટાઇ ગયા પછી પ્રજાના સુખાકારી કાર્યામાં ધ્યાન આપવાને બદલે અંગત સ્વાર્થ માટે દોડતા. પ્રજાના પ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કોડીનાર તાલુકાના આલીદર ગામના સરપંચ પ્રતાપભાઇ કરશનભાઇ આચરતા આ કામના નફાના ૨૦ ટકા ધોરણ મુજબ રૂ. ૧ લાખ ૨૧ હજાર પેનલ્ટી વ્યાજ સાથે ભરવા તેમજ પીપળી ગામના સરપંચ દુદાભાઇ પરબતભાઇ વાઢેરે રૂ. ૨૯,૧૭,૯૩૫ની રકમમાં ભ્રષ્ટાચાર કરતા તેમના નફાના ૨૦ ટકા ધોરણ મુજબ રૂ. ૫,૮૨,૫૮૭ દંડ વ્યાજ સાથે ૩૧/૩/૨૧સુધીમાં ભરવા જીલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ની કલમ ૫૭ (૧) અનુસંધાને કાર્યવાહી કરી છે તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણી ટાંણે થયેલા આ આદેશથી તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

(11:33 am IST)