Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મોરબીના રંગપર ગામ નજીક બેકાબુ ડમ્પરે રિક્ષા અને કારને હડફેટે લેતા એકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૬ : મોરબીના રંગપર ગામની સીમમાં પુરપાટ આવતા ડમ્પર ચાલકે રિક્ષાને હડફેટે લેતા રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઇ હતી તો તેમાં બેઠેલ પેસેન્જરને ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજયું હતું તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ કાંટા નજીક રહેતા મનોજભાઈ ગુણવતભાઈ ગુજરાતી (ઉ.૨૩) એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર જીજે ૧૩ ડબ્લ્યુ ૨૦૫૪ ના ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે ચલાવી ફરિયાદી મનોજભાઈની રિક્ષા સાથે અકસ્માત કરી ફરિયાદી મનોજભાઈને માથામાં તથા દાઢીના ભાગે થતા જમણા પગમાં ઈજા કરી તેમજ રિક્ષામાં બેઠેલ પેસેન્જર શૈલેશભાઈ કાન્તિલાલ જીવાણીના માથામાં ગંભીર ઈજા કરી રિક્ષાની પાછળ આવતી ફોર વ્હીલ જીજે ૩૬ બી ૬૯૩૮ સાથે અકસ્માત કરી ડમ્પરનર રોડની સાઈડમાં ખાળિયામાં ઉતારી દઈ ડમ્પર મૂકી નાશી ગયેલ હોય તો ઈજા ગ્રસ્ત પેસેન્જર શૈલેશભાઈ જીવાણી (ઉ.૪૫)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)