Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ ઝંપલાવશે

(કમલેશ જોષી) કેશોદ તા. ૬ : કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો અને આગેવાનો કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ સર્જાયો છે જેમાં રોજેરોજ નવાં નવાં સમીકરણો ઉભાં થતાં ચોકઠાં બદલાઈ જાય છે.

કેશોદ શહેરમાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા છેલ્લાં પચ્ચીસેક વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં સામાજિક પ્રવૃત્ત્િ।ઓ અને સામાન્ય શહેરીજનો વેપારીઓને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવનાર રાજુભાઈ પંડ્યા ની આગેવાની હેઠળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ કેશોદ શહેરમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે તૈયારી શરૂ કરવામાં આવેલ છે.

કેશોદ શહેર તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ લડવા ઈચ્છતા વ્યકિતઓએ હરેશભાઈ ડોબરીયા અને રાજુભાઈ પંડ્યા નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે. કેશોદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માં બે મુખ્ય રાજકીય પક્ષો અને આમ આદમી પાર્ટી ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યું છે ત્યારે ચોથો પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ મેદાનમાં આવતાંની સાથે ચાર પક્ષો અને અપક્ષો વચ્ચેનાં ચૂંટણી જંગમાં રાજકીય સમીકરણો બદલાવાની પુરેપુરી શકયતાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.

(11:30 am IST)