Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

અનોખો જુગાર ટ્રેન્‍ડઃ મિઠાપુરમાં ઓનલાઇન માર્કેટીંગના ઓથા હેઠળ યાંત્રિક જુગાર રપ શખ્‍સો ઝડપાયા

હોનેસ્‍ટ માર્કેટીંગ નામની ફ્રેન્‍ચાઇઝી મેળવી દુકાન ભાડે રાખી જુગાર રમાડતો મુખ્‍ય સુત્રધાર સહિત બે ફરારઃ પોલીસે રોકડ, કોમ્‍પ્‍યુટર, પ્રીન્‍ટર સહિત ૧.રપ લાખનો મુદામાલ કબ્‍જે

ખંભાળીયા તા. ૬ :.. દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં માર્કેટીંગ એજન્‍સ્‍ીના નામે દુકાન - ઓફીસ રાખી ડીઝીટલ આંકડાઓ ઉપરના યાંત્રિક જૂગારનો વ્‍યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના ઉપર પોલીસે અનેક વખત ઘોંસ પણ બોલાવી છે. એમ છતાં આ યાંત્રિક જૂગાર ફુલ્‍યો ફાલ્‍યો છે. મીઠાપુર પોલીસે ટાટા કંપનીના કાકરી ગેઇટ પાસે આવેલી કિરમાણી હોટેલની બાજુમાં ભાડાની દુકાનમાં દરોડો પાડતાં યાંત્રિક સાધનો વડે જૂગાર રમતાં રપ શખ્‍સોને ઝડપી લઇ દુકાનમાંથી કોમ્‍પ્‍યુટર, સીપીયુ, પ્રિન્‍ટર તથા  રોકડ મળી સવા લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

માહિતી મુજબ મીઠાપુરના ટાટા કંપનીના કાકરી ગેઇટ પાસે આવેલી કિરમાણી હોટેલની બાજુમાં એક ભાડાની દુકાનમાં ડીઝીટલ આંકડાઓ ઉપર પૈસાની હારજીતનો જૂગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પીઆઇ જે. કે. ડાંગરા સહિતના સ્‍ટાફે દરોડો પાડતાં આંકડાઓ લગાવી જૂગાર રમતાં જગદીશ કેશવલાલ ઓડીચ, રહે. સુરજકરાડી, પાલા નાગાજણ વારસાકીયા રહે. સુરજ કરાડી, મંગા લાલા હાથીયા રહે. આરંભડા, પ્રકાશ હમીર મુછડીયા રહે. આરંભડા,  દેવા ખેંગાર શિરૂકા રહે. ભીમરાણા, ઘુઘાભા મેપાભા માણેક રહે. આરંભડા, સુરેશ અમૃતલાલ પરમાર રહે. સુરજકરાડી, માયાભાઇ આશાભાઇ વારસાકીયા રહે. ભીમરાણા, પ્રતાપ ખીમા માંગલીયા રહે. સુરજકરાડી, જેઠા નાગાજણ શીરૂકા રહે. આરંભડા, ધીરજ રામદયાલ પટીયાર રહે. ભીમરાણા, અતુલભા બુધાભા ગાધ રહે. આરંભડા , હમીર ગગા પરમાર રહે. સુરજકરાડી, બોઘા ચના પરમાર રહે. આરંભડા, પશુપાતી માણેક રાય રહે. આરંભડા, અમીત દેવજી રાઠોડ રહે. આરંભડા, હરીશ ફકીરા ચલેટ રહે. ભીમરાણા, રાજેશભા ભીમાભા ભઠડ રહે. આરંભડા, હેમરાજ માધા મધુરીયા રહે. આરંભડા, રાજુભા ગાંગાભા ભગાડ રહે. દ્વારકા, નાઝીરખાન રસુલખાન પઠાણ રહે. આરંભડા, રૂઘાભા દેવાભા માણેક રહે. આરંભડા, સમારાભા રાયમલભા સુમણીયા રહે. સુરજકરાડી, શાંતિ મોહન જેઠવા રહે. ઓખા, પરબત સીદા સમણીયા રહે. ઓખા તમામને ઝડપી લઇ દુકાનમાંથી કોમ્‍પ્‍યુટર, સીપીયુ, પ્રિન્‍ટર, એલસીડી ટીવી તથા રોકડ મળી કુલ રૂા. ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં આરોપીઓ હોનેસ્‍ટ માર્કેટીંગની ફ્રેન્‍ચાઇઝી યશપાલસિંહ રાજેન્‍દ્રસિંહ ચુડાસમાની હોય અને તે આરંભડાના સબીર કુરેશી પાસેથી લીધી હોવાનું ખુલતા બંને હાજર નહી મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

(11:27 am IST)