Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સોમવારે વાંકાનેર પાલિકા જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પડશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૬ :.. વાંકાનેર પાલિકાની વોર્ડ ૧ એકથી ૭ ની કુલ ર૮ સીટ ત્‍થા તાલુકા પંચાયતની ૧૯ સીટ માટેનું જાહેરનામુ જયારે મોરબી જીલ્લાની ૬ જીલ્લા પંચાયતનું જાહેરનામુ આગામી તા. ૮-ર-ર૧ ના રોજ જાહેરનામુ પ્રસિધ્‍ધ થશે.

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે એવી આદેશ બહાર પડી ગયો છે.  ત્રણ ટમની અને ૬૦ વર્ષના ઉમેદવારોને ટીકીટ આપવી નહિ તો જે જીલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનાં આગેવાનો પોતાના મળતીયા ઉમેદવારોને પાછલા બારણેથી ચૂંટણી લડાવીને અન્‍ય રાજકીય પક્ષના ટેકા સાથે સત્તા સંભાળવા ખાનગી મીટીંગોનો દોર શરૂ કરીને જાહેરનામુ પ્રસિધ્‍ધ થયે ઉમેદવારો ચૂંટણી લડાવીને ભાજપનો આ આદેશ ઘોળીને પી જવા એડીચોટીનુ જોર લગાવી રહ્યાનું જાણવા મળે છે.

વાંકાનેરમાં ભાજપ સામે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઉભા રાખી ભાજપને હરાવવા કમરકશી છે. તા. ૮ ના જાહેરનામા બાદ તા. ૧૩-૧-ના ચીત્ર સ્‍પષ્‍ટ થશે. હવે વાંકાનેર અને તાલુકામાં નવા સમીકરણો જોવા મળશે.

(10:56 am IST)