Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સતત બીજા દિવસે સીટી પ્રાંત -રનો વરોડો ૧૩ લાખનું બાયોડીઝલ સીઝઃ ર દિવસમાં ર૩ હજાર લીટર પકડાયું

રાજકોટ સીટી પ્રાંત અરણસિંહ ગોહીલે સતત બીજા દિવસે કુવાડવા રોડ ઉપર દરોડો પાડી વધુ ર૩ લાખનું બાયોડીઝલ-મુદામાલ જપ્‍ત કર્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૬ : રાજકોટ સીટી પ્રાંત શ્રીચરણસિંહ ગોહીલે કુવાડવામાં પ લાખનું ડીઝલ-મુદામાલ ઝડપી લીધા બાદ ગઇકાલે સાંજે બજી સફળ રેડ કરી૧ર લાખનું ૧૭ હજાર લીટર બાયોડીઝલ-મુદામાલ ઝડપી લેતા સન્નાટો પ્રસરી ગયો છ.ે

રાજકોટ શહેર-જીલ્લામાં બાયોડીઝલનું ગેરકાયદે બેફામ વેચાણ થાય છે. તેનો આ જીવતો જાગતો પુરાવો છે. ચોકકસ બાતમી બાદ કુવાડવા પોલીસ ચોકડી પાસે પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ સામે બંધ દુકાનમાં બાયોડીઝલ વેચાણ થતું હોવાની વિગતો બહાર આવતા સીટી પ્રાંત-ર પોતાની ટીમ સાથે ત્રાટકયા હતા અને ૧૩ લાખનું બાયોડીઝલ-મુદામાલ સીઝ કરી દિધા હતા. તેમના ઉમેર્યા તેમણે ર દિવસમાં ર૩ હજાર લીટર બાયોડીઝલ પકડાયું છ.ે

આ દરોડા અંગે સીટી પ્રાંત-ર શ્રી ગોહીલે ઉમેર્યુ હતું કે આનું વેચાણ ઉત્‍પલસિંહ ઝાલા કરતા હતા, કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.તોલમાપ વિભાગ-અન્‍ય વિભાગને જાણ કરી દેવાઇ છે

 

(10:10 am IST)